Morbi/ મોરબીના જેતપુર રોડ પર સિરામિક ફેકટરીમાં 10 માટીના સાયલા તૂટી પડ્યા, 2 ઘાયલ, ૩ મોત

મોરબીમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. સિરામિક ફેક્ટરીમાં માટી ભરવાના સાયલા એકાએક તૂટી જતાં તેની નીચે દટાઈ જતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી છે.

Gujarat
mati sayla મોરબીના જેતપુર રોડ પર સિરામિક ફેકટરીમાં 10 માટીના સાયલા તૂટી પડ્યા, 2 ઘાયલ, ૩ મોત

મોરબીમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. સિરામિક ફેક્ટરીમાં માટી ભરવાના સાયલા એકાએક તૂટી જતાં તેની નીચે દટાઈ જતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને દટાયેલાં લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Election / ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેઆજે વહેલી સવારે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફેક્ટરીના ભાગીદાર 54 વર્ષીય સંજયભાઈ સાણંદીયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ફેક્ટરીના લેબ ટેકનિશિયન અરવિંદભાઈ ગામીનો પણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અને હાલ પણ અહીં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાને કારણે મોરબીમાં ચકચાર મચી જવા પામી છે.

Cricket / ટીમ ઈન્ડિયા માટે આવ્યા Good News, ઈંગ્લેન્ડનાં આ ફાસ્ટ બોલરની બીજી ટેસ્ટ મેચમાંથી બાદબાકી

મોરબીથી 20 કિમી દૂર જેતપર રોડ પર ગ્રીસ સિરામિક યુનિટમાં ગઈકાલે બપોરે એકાએક ભેદી બ્લાસ્ટ થયો હતો. જેને કારણે એક બાદ એક માટી ભરવાના સાયલા તૂટવા લાગ્યા હતા. જોતજોતામાં અહીં કામ કરતાં લોકો માટી નીચે દટાઈ ગયા હતા. કારખાનાના સંજયભાઈ નામના એક ભાગીદાર તેમજ ત્યાં કામ કરતી એક મહિલા સહિત કુલ મળીને છ લોકો પર સાયલો તૂટી પડ્યો. આ તમામ માટી નીચે દટાઈ ગયા હતા. જેમાંથી ત્રણ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને ઇજાઓ થવાથી હોવાથી સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…