Banaskantha News: બનાસકાંઠામાં ચૂંટણી મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મહત્વનું નિવેદન કર્યુ છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને તેમણે મોટું નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે પ્રજાને અહીંથી જનપ્રતિનિધિને ચૂંટવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે અહીંથી જનપ્રતિનિધિ ચૂંટાય તે માટે હું મદદ કરીશ. વિસ્તારની પ્રગતિ અને કલ્યાણ થાય તે માટે મદદ કરીશ, પોલીસ સ્ટેશનના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ આ વાત જણાવી હતી.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, હું બંધારણીય ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ નથી કરતો. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવૈધાનીક ક્યાય નથી પરંતુ હું બંધારણનું સન્માન કરવાવાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવાવાળો માણસ છું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. એવું નથી કે કોઈ ધારાસભ્ય બને તો તે બંધારણથી ઉપર થઈ જાય, બંધારણથી ઉપર તો કોઈ નથી. શ્રીમદ ભગવત ગીતાની જેમ કાયદાને માન આપવું એ બધાની જવાબદારી છે પણ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય એ પણ જરૂરી છે. મર્યાદાની બહાર ન જવું એ આપણા સંસ્કારો છે.
આ પણ વાંચો: બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિન હરીફ વરણી, વધુ અઢી વર્ષ માટે બન્યા સુકાની
આ પણ વાંચો: બનાસ ડેરી દ્વારા આજથી ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ, શંકર ચૌધરીએ આપી લીલીઝંડી