GODHRA NEWS/ ગોધરા APMCમાં ચેરમેન-વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

ગોધરા APMCના ચેરમેન તરીકે ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર માલવદીપસિંહ રાઉલજીની પસંદગી કરવામાં આવી છે

Gujarat Others
વરણી જાહેર થતાં જ APMC પરિસરમાં સમર્થકો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી

Godhra News : પંચમહાલ જિલ્લાના ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ચેરમેન અને વાઈસ ચેરમેન પદની વરણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ભાજપના મેન્ડેટ મુજબ બંને પદ પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

ગોધરા એપીએમસીના ચેરમેન તરીકે ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર માલવદીપસિંહ રાઉલજીની પસંદગી કરવામાં આવી છે, જ્યારે વાઈસ ચેરમેન તરીકે શામાતસિંહ સોલંકી બિનહરીફ ચૂંટાયા છે. અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં નવી વરણી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

ચૂંટણી પ્રક્રિયા એપીએમસીના મીટિંગ હોલમાં જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામો સામે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતરતા, બંને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા.

વરણી જાહેર થતાં જ એપીએમસી પરિસરમાં સમર્થકો અને કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી જીતની ઉજવણી કરવામાં આવી હતી. નવા ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ ખેડૂતોના હિત અને બજાર સમિતિના વિકાસ માટે પ્રતિબદ્ધ રહી કાર્ય કરવાની વાત વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો :  મહેસાણાઃ જોટાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો મામલો વેપારીઓ સાથે થયેલી છેતરપીંડીના પગલે બંધ નાનકડાં માર્કેટયાર્ડના ત્રણ વેપારીઓ છેતરાયા હતા રૂપિયા 52.96

આ પણ વાંચો :  મહેસાણાઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મામલો, ચેરમેન તરીકે રામભાઈ પટેલની વરણી, વાઇસ ચેરમેન તરીકે દિપક પટેલની વરણી, ભાજપે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સત્તા

આ પણ વાંચો :  પાટણ / APMC ચેરમેન સહિત ૧૭ સભ્યોની સમિતિને સરકાર દ્વારા સુપરસીડ કરી દેવાઇ, જાણો કેમ ..?