Accident/ બોટાદમાં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ એક મહિલાનો લીધો ભોગ

બોટાદના ગઢડામાં સાળંગપુર રોડ પર એક છકડો રિક્ષા પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક એક પતંકગની દોરી રસ્તાની વચ્ચોવચ્ચ આવી ગઈ હતી. છકડા ચાલકને  પતંગની દોરી વાગતા,

Gujarat Others
a બોટાદમાં ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ એક મહિલાનો લીધો ભોગ

ઉત્તરાયણના પર્વમાં હવે ગણતરીના  દિવસો બાકી છે, પરંતુ કેટલાક પતંગ રસિયાઓએ અત્યારથી પતંગ ચગાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આવામાં પતંગની દોરી કેટલાક લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. રાજકોટ બાદ હવે  એક કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. જેમાં પતંગની દોરીના કારણે એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, બોટાદના ગઢડામાં સાળંગપુર રોડ પર એક છકડો રિક્ષા પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક એક પતંકગની દોરી રસ્તાની વચ્ચોવચ્ચ આવી ગઈ હતી. છકડા ચાલકને  પતંગની દોરી વાગતા, તેણે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધુ હતું. જેના કારણે છકડો રસ્તા પર પલટી મારી ગયો હતો અને એક મહિલાનું મોત નીપજ્યું હતું.  જ્યારે છકડા ચાલક સહિત અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…