બોલીવુડ ન્યુઝ/ અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ ફિલ્મની બદલી રિલીઝ ડેટ, જાણો નવી ડેટ

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મના નિર્માતા ‘બેલબોટમ’ ની રિલીઝ ડેટ બદલવાની યોજના બનાવી રહ્યા છે. નિર્માતાઓ તેને મોટા પડદે રજૂ કરવા ઈચ્છે છે

Entertainment
Untitled 93 અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ ફિલ્મની બદલી રિલીઝ ડેટ, જાણો નવી ડેટ

બોલિવૂડના ખેલાડી એક્ટર અક્ષય કુમારની એક પછી એક ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તેમાંથી એક છે અભિનેતાની મોસ્ટવેઇટેડ ફિલ્મ ‘બેલબોટમ’ જે આ મહિને 27 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો નિર્માતાઓ આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ કરવા વિચારી રહ્યા છે.

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મના નિર્માતા ‘બેલબોટમ’ ની રિલીઝ ડેટ બદલવાની યોજના બનાવી રહ્યા છે. નિર્માતાઓ તેને મોટા પડદે રજૂ કરવા ઈચ્છે છે. પરંતુ સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી. તેમને લાગે છે કે જો ફિલ્મ હાલના વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે તો તેમની અપેક્ષા મુજબ કમાણી કરી શકશે નહીં. કારણ કે તેમનું માનવું છે કે અક્ષયની આ ફિલ્મ પણ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

તેવામાં મેકર્સ ‘બેલબોટમ’ 13 ઓગસ્ટે રિલીઝ કરવા વિચારી રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મેકર્સ 27 જુલાઈએ ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તે અંગે વિચારી રહ્યા છે.