Dharma/ ગંગા સપ્તમીએ રાશિ મુજબ મંત્રો જાપ કરી 7 જન્મોના પાપોથી મળશે મુક્તિ

આ સાથે લોકોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગીરથના પૂર્વજોને બચાવવા માટે માતા ગંગા વૈશાખ સુદ સાતમે પૃથ્વી પર અવતર્યા હતા. જો તમે પણ અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો……….

Trending Religious Rashifal Dharma & Bhakti
Image 2024 05 10T150634.858 ગંગા સપ્તમીએ રાશિ મુજબ મંત્રો જાપ કરી 7 જન્મોના પાપોથી મળશે મુક્તિ

Dharma:  હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે વૈશાખ સુદ સાતમે ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગંગા સપ્તમી 14 મેના રોજ ઉજવવામાં આવશે. નામ પ્રમાણે આ તહેવાર માતા ગંગાને સમર્પિત છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી લોકો માતા ગંગાની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા છે કે ગંગા સપ્તમીના દિવસે ગંગામાં સ્નાન કરવાથી 7 જન્મોમાં કરેલા પાપોનો નાશ થાય છે. આ સાથે લોકોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગીરથના પૂર્વજોને બચાવવા માટે માતા ગંગા વૈશાખ સુદ સાતમે પૃથ્વી પર અવતર્યા હતા. જો તમે પણ અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ગંગા સપ્તમી તિથિના દિવસે ગંગા નદીમાં સ્નાન કરો. આ પછી વિધિપૂર્વક માતા ગંગાની પૂજા કરો. સાથે જ પૂજા દરમિયાન માતા ગંગાના નામનો જાપ કરો.

આ દિવસે સનાતન ધર્મમાં માનનારા લોકો ગંગામાં સ્નાન કરે છે અને વિધિ પ્રમાણે માતા ગંગાની પૂજા કરે છે. તેના મંત્રોનો જાપ કરો. જો વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે માતા ગંગાના મંત્રોનો જાપ કરે છે તો તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ 7 જન્મોમાં કરેલા તમામ પાપોનો નાશ થાય છે.

રાશિ પ્રમાણે મંત્રનો જાપ કરવો

મેષ: મેષ રાશિના જાતકોએ ગંગા સપ્તમીના દિવસે ઓમ ગંગાયાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

વૃષભ: વૃષભ રાશિના જાતકોએ આ દિવસે ઓમ સુઘોષાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

મિથુન: મિથુન રાશિના જાતકોએ આ દિવસે ઓમ ભાગીરથૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

કર્ક: કર્ક રાશિના જાતકોએ આ દિવસે ઓમ જાન્હવ્યૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

સિંહ: સિંહ રાશિના જાતકોએ આ દિવસે ઓમ અવ્યયાયૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા: કન્યા રાશિના જાતકોએ આ દિવસે ઓમ નિરંજનાયૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

તુલા: તુલા રાશિના જાતકોએ આ દિવસે ઓમ સાવિત્ર્યૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોએ આ દિવસે ઓમ રમ્યાયૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

ધન: ધન રાશિના જાતકોએ આ દિવસે ઓમ શ્રીમત્યૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

મકર: મકર રાશિના જાતકોએ આ દિવસે ઓમ ત્રિવૈણ્યે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભ: કુંભ રાશિના જાતકોએ આ દિવસે ઓમ નંદીન્યૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

મીન: મીન રાશિના જાતકોએ આ દિવસે ઓમ શશિશૈકરાયૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો: