અમદાવાદ/ ગુજરાતમાંથી પકડાયેલા ISKP સંપર્ક ધરાવતા પાંચ આરોપી સામે ચાર્જશીટ

ગુજરાત ATSએ પોરબંદર સહિતના વિસ્તારમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રાંતના 5 લોકોની અટકાયત કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
ચાર્જશીટ
  • ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ સામે ચાર્જશીટ
  • ISKP સંપર્ક ધરાવતા પાંચ આતંકીઓ સામે ચાર્જશીટ
  • પોરબંદરમાંથી 6 મહિના પહેલા પકડાયા હતા આતંકી
  • પાંચેય આતંકીઓ સામે કોર્ટમા ચાર્જશીટ દાખલ કરાઇ 
  • દેશ વિરોધી કૃત્ય બદલ ધરપકડ કરવામાં આવી હતી

Ahmedabad News: ગુજરાત ATSએ પોરબંદર સહિતના વિસ્તારમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રાંતના 5 લોકોની અટકાયત કરી હતી. આ તમામ લોકોની ATS દ્વારા 6 મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. હવે તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર ગુજરાતમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય આતંકવાદની બાબત હોવાથી NIA ને તપાસ સોંપાઈ હતી. કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં યુવક, યુવતીઓને ભોળવી આતંકી ગતિવિધિ માટે ભરતી કરવાની યોજનાના પર્દાફાશની વિગતો સાથે NIAએ પોરબંદર, સુરતથી પકડાયેલા 5 આતંકવાદીઓ સામે અદાલતમાં ચાર્જશીટ કર્યું છે.

પોલીસે પોરબંદર, કચ્છ, સુરત અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરથી ત્રણ શખ્સો, જ્યારે કે સુરતથી એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી. એટલું જ નહિં શ્રીનગરથી પણ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. આ તમામની પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે, આ આરોપીઓ પાકિસ્તાની કનેક્શન ધરાવે છે.

પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સના ભારત સાથેના કનેકશનનો પર્દાફાશ થતાં તપાસ NIAને સોંપાઈ હતી. NIAની તપાસમાં અન્ય યુવક, યુવતીઓને આતંકી પ્રવૃત્તિ માટે ભરતી કરાતી હોવાના ષડયંત્રનો ખુલાસો પણ થયો હતો. નાસી રહેલા અન્ય એક ભારતીય આરોપી ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાનમાં કાર્યરત બે શખ્સોના નામ ખૂલી ચૂક્યાં છે. આતંકવાદના આંતરરાષ્ટ્રીય કનેક્શનના આ કેસમાં NIAની તપાસ બાદ ભારતે ઈરાન અને અફઘાનિસ્તાન સહિતના દેશોને સતર્ક કર્યાં છે. NIA દ્વારા ISIS સંલગ્ન ISKP સંગઠન સાથે જોડાયેલાં અને પોરબંદર-સુરતથી ઝડપેલાં 5 આતંકવાદી સામે 6 મહિના સુધી ઊંડાણભરી તપાસ બાદ ચાર્જશીટ ફાઈલ કરી છે. હજુ પણ આ કેસમાં તપાસના ચક્રો ગતિમાન છે.

મહત્વનું છે કે, છેલ્લા 1 વર્ષ પહેલાથી આ ગતિવિધિ પર ગુજરાત ATSની ટીમની નજર હતી. આ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીઓ ગુજરાતની માહિતી ISISના આતંકીઓ સુધી પહોંચાડતા હતા.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતમાંથી પકડાયેલા ISKP સંપર્ક ધરાવતા પાંચ આરોપી સામે ચાર્જશીટ


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ

આ પણ વાંચો:સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું…