Not Set/ છેતરપિંડીના કેસમાં BJP સાંસદ ગૌતમ ગંભીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

આશરે 50 ફ્લેટના ખરીદદારોએ આરોપ લગાવ્યો છે કે, વર્ષ ૨૦૧૧ માં ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં એક સ્થાવર મિલકત પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવ્યા હતા, પરંતુ તેમને હજી સુધી આ ફ્લેટ્સ મળ્યા નથી. આ અંગે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આ કેસમાં વર્ષ 2016 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ભારતના પૂર્વ ઓપનર અને ભાજપના સાંસદ ગૌતમ […]

Top Stories India
gambhir thinking afp 630 છેતરપિંડીના કેસમાં BJP સાંસદ ગૌતમ ગંભીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

આશરે 50 ફ્લેટના ખરીદદારોએ આરોપ લગાવ્યો છે કે, વર્ષ ૨૦૧૧ માં ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં એક સ્થાવર મિલકત પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવ્યા હતા, પરંતુ તેમને હજી સુધી આ ફ્લેટ્સ મળ્યા નથી. આ અંગે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આ કેસમાં વર્ષ 2016 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ભારતના પૂર્વ ઓપનર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરની મુશ્કેલી વધી શકે છે. દિલ્હી પોલીસે તેની અને અન્ય સામે છેતરપિંડીના કેસમાં આરોપપત્ર દાખલ કર્યું છે.

લગભગ 50 ફ્લેટના ખરીદદારોએ આરોપ લગાવ્યો છે કે તેઓએ 2011 માં ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ ખાતે સ્થાવર મિલકત પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવ્યા હતા, પરંતુ તેમને હજી સુધી ફ્લેટ્સ મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, સાંસદ ગંભીર, રૂદ્ર બિલ્ડવેલ રિયાલિટી પ્રાઈવેટ લિમિટેડ અને એચઆર ઇન્ફ્રાસિટી પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત પ્રોજેક્ટના ડાયરેક્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર હતા. આ કેસમાં વર્ષ 2016 માં તેની સામે હાઉસિંગ પ્રોજેક્ટ બુક કરવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ફાઇલિંગ ચાર્જશીટ મુજબ, કંપનીએ 6 જૂન, 2013 ના રોજ ખરીદદારોને ફ્લેટ આપવાનું વચન આપ્યા પછી પણ તેને 2014 સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું. 15 એપ્રિલ 2015 ના રોજ, જરૂરી લાઇસેંસ ફી અને ડિસલોકેશનને કારણે અધિકારીઓએ પ્રોજેક્ટ મંજૂરીને રદ કરી દીધી હતી.

આ પણ વાંચો : એકસરસાઈઝ માટે કોઈ જ જિમમાં જવાની જરૂર નથી, માત્ર અમદાવાદનાં રસ્તા પર એક ચક્કર મારી લો.. આપોઆપ એકસરસાઈઝ થઈ જશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.