Perfume trader-Chargesheet/ પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર દરોડાના કેસમાં ફાઇલ કરાઈ ચાર્જશીટ

ડીડીજીઆઈ અમદાવાદની ટીમે યુપીના કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં ઉદ્યોગપતિના ઘરેથી 200 કરોડની રોકડ અને કરોડોની કરચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે આ કેસમાં DDGI અમદાવાદ દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 5 10 પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર દરોડાના કેસમાં ફાઇલ કરાઈ ચાર્જશીટ

અમદાવાદઃ ડીડીજીઆઈ અમદાવાદની ટીમે યુપીના કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પિયુષ જૈનના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં ઉદ્યોગપતિના ઘરેથી 200 કરોડની રોકડ અને કરોડોની કરચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે આ કેસમાં DDGI અમદાવાદ દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

GST ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર જનરલે પીયૂષ જૈનની પત્ની, ભાઈ અને ભાઈની પત્ની સહિત 13 લોકોને આરોપી બનાવ્યા છે. DGGIના વકીલ અને ભારત સરકારના વિશેષ વકીલ અમરીશ ટંડને કહ્યું છે કે પીયૂષ કુમાર જૈનના ઘરેથી જે 200 કરોડ રૂપિયા મળ્યા છે તે તમામ 13 આરોપીઓ અને પીયૂષ જૈનના છે.

આ તમામને સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે. DDGI અમદાવાદે સ્પેશિયલ CJMની કોર્ટમાં 13 સાક્ષીઓને પૂરક ચાર્ટશીટ દ્વારા સમન્સ કરવા અરજી દાખલ કરી છે. કોર્ટે સુનાવણી માટે આગામી તારીખ 20 ઓક્ટોબર નક્કી કરી છે.

ડિસેમ્બર 2021માં કાનપુર અને કન્નૌજમાં પિયુષ જૈનના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી 23 કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ સિવાય કાનપુરના ઘરમાંથી 177 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. તે જ સમયે, કન્નૌજમાં ઘરમાંથી 19 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.

23 કિલો સોનું મળી આવ્યું હતું જેના પર વિદેશી નિશાન હતું. ડીઆરઆઈએ કોર્ટને કહ્યું હતું કે પૂછપરછ દરમિયાન પીયૂષ જૈને સ્વીકાર્યું હતું કે તેણે કોઈપણ બિલ કે દસ્તાવેજો વગર સોનું ખરીદ્યું હતું. આ સોનાના બિસ્કિટ રોકડ ચૂકવીને અને કોઈપણ ટેક્સ ચૂકવ્યા વિના ખરીદવામાં આવ્યા હતા. ડીઆરઆઈના વકીલ અંબરીશ ટંડને જણાવ્યું હતું કે પીયૂષ જૈને 10-12 વર્ષ પહેલા પોતાના ઘરે બંકર બનાવ્યા હતા જેથી તે પૈસા અને સોનું છુપાવી શકે.


whatsapp ad White Font big size 2 4 પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર દરોડાના કેસમાં ફાઇલ કરાઈ ચાર્જશીટ


આ પણ વાંચોઃIndia-Pak World Cup Match/ ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચના પાંચ રસપ્રદ તથ્યો

આ પણ વાંચોઃ Fixed Pay Employees/ કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આ પણ વાંચોઃ Explainer/ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન પર ભારતની નીતિ શું રહી છે અને બંને વચ્ચેના સંબંધો કેવા છે?