Jamnagar/ જામનગરની સાધના કોલોનીમાં ચાવડા બંધુઓનો આતંક, દુકાનધારક પર હુમલો કરી લૂંટ આચરી

ચાવડા બંધુઓના આતંકને પગલે વિસ્તારની મહિલાઓ સહિત વેપારી પેઢીઓ ત્રહિહામ પોકારી ઊઠયા

Gujarat Others
Chawda brothers attacked and robbed shopkeeper in Sadhana Colony Jamnagar જામનગરની સાધના કોલોનીમાં ચાવડા બંધુઓનો આતંક, દુકાનધારક પર હુમલો કરી લૂંટ આચરી

રજનીશ નાગડ – પ્રતિનિધિ, જામનગર

અવારનવાર વિવાદિત, લુખ્ખાગીરી, મહિલા છેડતી અને પ્રોહિબિશનના ગુન્હાઓમાં સંડોવાયેલ જામનગર શહેરના સાધનાકોલોનીમાં રહેતા બિપીન ઉર્ફે બીપલો સોમાભાઈ ચાવડા અને હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા એ ફરી માથું ઊંચક્યું છે. આરોપીઓએ નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

જામનગર શહેરમાં આવેલી સાધનાકોલોની વિસ્તારમાં લક્ષ્મી નામની પેઢી પર લુખ્ખાગીરી આચરી લૂંટ ચલાવી આતંક મચાવ્યો છે. ઘટનાને લઈ લોકોના ટોળા ભેગા થયા હતા અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

સમગ્ર મામલે સિટીએ ડિવિઝન ખાતે ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી. બંને ચાવડા બંધુઓના આતંકને પગલે સમગ્ર વિસ્તારની મહિલાઓ સહિત વેપારી પેઢીઓ ત્રહિહામ પોકારી ઊઠયા છે.


જામનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

જામનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો