Lifestyle/ પીવાનાં પાણીને શુદ્ધ કરવા અપનાવો સસ્તો અને સરળ ઉપાય

અશુદ્ધ પાણીને પીવા કે યોગ્ય કરવા તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવાની જરુર પડે છે. પાણીને શુદ્ધ કેવી રીતે કરવું તે અશુદ્ધિનાં પ્રકાર પર આધાર રાખે છે.

Food Lifestyle
water 2018051910495496 પીવાનાં પાણીને શુદ્ધ કરવા અપનાવો સસ્તો અને સરળ ઉપાય

અશુદ્ધ પાણીને પીવા કે યોગ્ય કરવા તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવાની જરુર પડે છે. પાણીને શુદ્ધ કેવી રીતે કરવું તે અશુદ્ધિનાં પ્રકાર પર આધાર રાખે છે. પીવાનું પાણી શુદ્ધ કરવાની અને તેને શુદ્ધ રાખવાની કેટલીક સરળ ને બિનખર્ચાળ રીતો છે. તે સહેલાઇથી અજમાવી શકાય તેવી છે.

૮ 1 પીવાનાં પાણીને શુદ્ધ કરવા અપનાવો સસ્તો અને સરળ ઉપાય

શક્ય હોય તો પીવાનું પાણી તાંબાનાં વાસણમાં રાખો. પ્રાચીન કાળમાં આ પ્રકારનો જ રિવાજ હતો. તાંબાનાં વાસણમાં પાણી જીવાણુ મુક્ત અને વધુ આરોગ્યપ્રદ બની રહે છે. ડહોળું પાણી ફટકડી વડે સ્વચ્છ કરી શકાય છે. ફુલાવેલી ફટકડીને કપડાની એક પોટલીમાં બાંધી, પાણીમાં થોડી વાર હલાવવાથી કેટલાંક પ્રકારની અશુદ્ધિઓ વાસણમાં નીચે બેસી જાય છે. તે પછી પાણીને ગાળીને ઉપયોગમાં લઇ શકાય છે.

ઉપાયો

પાણી ભરવાના વાસણોને સારી રીતે સાફ કરો. કોઇ ગંદકી ભળે નહીં તેવા સ્થાનેથી પાણી ભરો. પાણીને ઉકાળી, ઠારી, સારી રીતે ગાળી લો. સ્વચ્છ પાણીને સ્વચ્છ પાત્રમાં ઢાંકણથી ઢાંકી દો. પીવાનાં પાણીમાં હાથ ઝબોળીને ગ્લાસનાં ભરો. સૂર્યશક્તિથી પીવાનું જળ શુદ્ધ કરી શકાય. બે થી ત્રણ લીટર પાણી સમાય એવડી કાચની કે પ્લાસ્ટિકની શીશી લો. શીશીનાં અડધા ભાગને કાળા રંગથી રંગી દો. ત્યારબાદ શીશીમાં ચોખ્ખું પાણી ભરીને તેનું ઢાંકણ ખૂબ સારી રીતે બંધ કરી દો. પાણી ભરેલા આ શીશીને ધાબામાં કે આંગણામાં પાંચ-છ કલાક તડકામાં મૂકી રાખો. રંગ ભરેલો ભાગ નીચે રહે તેની કાળજી રાખો. આમ કરવાથી સૂર્યનાં કિરણો વડે પાણી ચોખ્ખું અને જંતુરહિત બને છે. પીવાનું પાણી શુધ્ધ કરવાની આ તદ્દન સરળ અને બિનખર્ચાળ રીત છે. પાંચ-છ કલાક બાદ પાણી ગાળીને ઠાર્યા બાદ ઉપયોગમાં લઇ શકાય.

1f6e2c279ef5605e7177ab18a72e98ec પીવાનાં પાણીને શુદ્ધ કરવા અપનાવો સસ્તો અને સરળ ઉપાય

વનસ્પતિથી પણ પીવાનું જળ શુદ્ધ કરી શકાય છે. સરગવાની સૂકી શીંગોમાંથી બીજ કાઢીને સાચવી લો. સંગ્રહાયેલા પાણીને પીવાલાયક બનાવવા માટે એક લીટર પાણીએ સરગવાનું એક બીજ ને તુલસીનાં ૩-૪ પાન જરા પીસીને કપડાની પોટલીમાં નાખી તેને થોડી વાર પાણીમાં રહેવા દો. આમ કરવાથી પાણી શુદ્ધ, અને જંતુરહિત થઇ પીવાલાયક બને છે. બજારમાં મળતાં પાણી શુદ્ધ કરવાના મોંઘા યંત્રોને બદલે શક્ય હોય તો આપણે પાણી શુદ્ધ કરવાની આ સરળ ને સસ્તી રીતો અપનાવી શકીએ છીએ.

આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો

આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….

આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો

આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત