Not Set/ સસ્તું પણ.., મોંઘુ પણ..! શાકભાજી માર્કેટમાં વચેટિયા બન્યા વિલન, દેશ આખો વચેટિયાઓથી પરેશાન

વાત રાષ્ટ્રીય સ્તરના સોદાની હોય કે પછી દરેક ઘરની જરૂરિયાત એવી શાકભાજી હોય. વચેટિયાનો બેવડો માર ખેડૂતો પર તો પડી જ રહ્યો છે. ગૃહિણીઓ પણ તેનાથી પરેશાન છે. શાકભાજી માર્કેટમાં વચેટિયાઓ બન્યાં વિલન,  ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદાય છે શાકભાજી અને  ગૃહિણીઓ સુધી પહોંચતા થઈ જાય છે 5 ગણી કિંમત. જગતના તાત માટે ગત વર્ષે […]

Gujarat Others Business
krishna 17 સસ્તું પણ.., મોંઘુ પણ..! શાકભાજી માર્કેટમાં વચેટિયા બન્યા વિલન, દેશ આખો વચેટિયાઓથી પરેશાન

વાત રાષ્ટ્રીય સ્તરના સોદાની હોય કે પછી દરેક ઘરની જરૂરિયાત એવી શાકભાજી હોય. વચેટિયાનો બેવડો માર ખેડૂતો પર તો પડી જ રહ્યો છે. ગૃહિણીઓ પણ તેનાથી પરેશાન છે. શાકભાજી માર્કેટમાં વચેટિયાઓ બન્યાં વિલન,  ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદાય છે શાકભાજી અને  ગૃહિણીઓ સુધી પહોંચતા થઈ જાય છે 5 ગણી કિંમત.

Image result for wholesale vegetable market

જગતના તાત માટે ગત વર્ષે બેઠેલી માઠી હજુ પણ પૂરી નથી થઈ રહી. ગતવર્ષે ઉપરાછાપરી કુદરતી આફતોથી પાકમાં પાયમાલ થઈ રહેલાં ધરતીપુત્રોને થયું કે શાકભાજીના ભાવ બજારમાં સારા છે. તો શાકભાજીનું વાવેતર કરીને કમાઈએ. હવે જ્યારે શાકભાજીની વાવણી વધારે થઈ અને માલ બજાર સુધી પહોંચ્યો ત્યાં તો જથ્થાબંધ બજારમાં ભાવ તળિયે પહોંચી ગયા.

ખેડૂતોને કફોડી સ્થિતિમાં પહોંચી જવું પડ્યું. પણ વચેટિયાઓની અને છૂટક વેપારીની બલિહારી તો જુઓ કે ગૃહિણીઓને તો આ જ શાકભાજી પાંચ ગણા ભાવે પણ માંડ મળી રહ્યું છે. સરવાળે ગૃહિણીઓને પણ કોઈ રાહત નથી. ખેડૂતો પાસે સસ્તામાં ખરીદાય છે શાકભાજી.

Image result for wholesale tomato market

ટામેટા વેચાયા એક રૂપિયે કિલો..! ત્રણથી ચાર રૂપિયે કિલો ફૂલાવર-કોબીજ..!

શાકભાજી બજારની સ્થિત ઘણી જ અચરજ પમાડે તેવી છે. એકતરફ ખેડૂતો પાસેથી સસ્તામાં શાકભાજી પડાવાઈ રહ્યું છે. એક સમયે 50થી 80 રૂપિયે કિલો વેચાઈ ચૂકેલા ટામેટા, કોબીજ અને ફુલાવર સહિતના શાકભાજીના ભાવ હવે પ્રતિકિલો દ્રિઅંકીથી પણ નીચે ઉતરી ગયા છે. કેટલાંક શાકભાજી તો 1થી 5 રૂપિયે કિલો મળી રહ્યાં છે.

Image result for wholesale cabage market

જો કે બીજી તરફ છૂટક માર્કેટમાં તમે લેવા જાઓ તો આ જ શાકભાજી 20થી લઈને 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. હજુ બે મહિના પહેલાં જ 50થી 80 રૂપિયે કિલો શાકભાજી વેચનારા છૂટક વેપારીઓને હવે જાણે કે ઓછો ભાવ લેવો ગમતો જ નથી. પોતાનો પરસેવો વહાવીને મહામૂલો પાક ઉગાડનારા મરચાના ખેડૂતોને કિલોના માત્ર 10 રૂપિયા મળી રહ્યાં છે. પણ છૂટક બજારમાં તેના 40થી ઓછા ભાવ નથી.

Image result for ફુલાવર

શાકભાજી માર્કેટમાં વચેટિયાઓ બન્યાં વિલન

વચેટિયાઓ પૂરા શાકભાજી બજારને દૂષિત કરી નાખ્યું છે. સરકારનું ધ્યાન આ તરફ જાય તે જરૂરી છે. જેથી ખેડૂતને તેનો હક મળે. બીજીતરફ ગૃહિણીઓનું પણ બજેટ વિખેરાય નહીં. સવાલ એ પણ છે કે જે સસ્તુ છે એ જ મોંઘુ કેવી રીતે હોય શકે? શું આ હદે વચેટિયારાજ ચલાવી શકાય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.