અમદાવાદ/ એટીએમ કાર્ડ દ્વારા છેતરપિંડી કરી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદતો ગઠિયો ઝડપાયો

અમદાવાદના વિવિધ વિસ્તારમાં એટીએમ મશીનમાં જઈ લોકોને પૈસા કાઢવામાં મદદ કરવાનો વિશ્વાસ આપીને છેતરપિંડીના બનાવો વધી ગયા હતા

Gujarat Ahmedabad
છેતરપિંડી

@નિકુંજ પટેલ

એટીએમ મશીનમાં લોકોને પૈસા કાઢી આપવાનો વિશ્વાસ બતાવીને એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરતા ગઠિયાની કારંજ પોલીસે ધરપકડ કરી છે. આરોપી એટીએમનો પાસવર્ડ જાણી લઈને અન્ય એટીએમથી પૈસા કાઢીને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેની પાસેથી પોલીસને વિવિધ બેન્કના 21 એટીએમ કાર્ડ, રોકડ રકમ, મોબાઈલ, વીંટી વગેરે મળીને અંદાજે 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરૂધ્ધ અમદાવાદમાં 4 ગુના, ઓરિસ્સામાં 18 ગુના અને મહારાષ્ટ્રમાં 6 ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. તેણે અમદાવાદમાં 12 ગુના કર્યા હોવાની કબૂલાત પણ કરી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં એટીએમ મશીનમાં જઈ લોકોને પૈસા કાઢવામાં મદદ કરવાનો વિશ્વાસ આપીને છેતરપિંડીના બનાવો વધી ગયા હતા. જેને પગલે કારંજ પોલીસે લાલદરવાજા, પ્રેમાભાઈ હોલ પાસેથી આરોપીને ઝડપી લીધો હતો. તપાસમાં તેનું નામ સંભવ કૃષ્ણચંદ્ર આચાર્ય (34) અને મુળ ઓરિસ્સાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આરોપીની પુછપરછ કરતા તે અમદાવાદના વિવિધ એટીએમમાં જઈને લોકોને પૈસા કાઢી આપવામાં મદદ કરવાનો વિશ્વાસ અપાવીને છેતરપિંડી કરતો હોવાનું જણાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી એટીએમમાંથી પૈસા કાઢી આપવાનો વિશ્વાસ અપાવીને જે તે વ્યકિતુનું એટીએમ કાર્ડ બદલી નાંખતો હતો. તે સમયે તે એટીએમનો પાસવર્ડ જાણી લેતો હતો. ત્યારબાદ તે અન્ય એટીએમમાં જઈને પૈસા ઉપાડી લઈને છેતરપિંડી કરતો હતો. આ નાણાંથી તે બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદતો હતો. આ જ પ્રકારે તેની સામે ઓરિસ્સામાં 18 અને મહારાષ્ટ્રમાં 6 ગુના નોંધાયેલા હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.

તેની પાસેથી પોલીસે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા, બેન્ક ઓફ ઈન્ડીયા, બેન્ક ઓફ બરોડા સહિત 7 વિવિધ બ્નેકોના 21 એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. તે સિવાય રૂ.25,000 રોકડા, સોનાની વીંટી અને બે મોબાઈલ મળીને કુલ રૂ. 1,04,100 નો મુદ્દ્માલ કબજે કરવામાં આવ્યો હતો.

તપાસમાં તેણે કારંજ, શહેરકોટડા, બોડકદેવ અને ગાંદીનગર સેક્ટર-7માં આ પ્રકારે ગુના આચર્યા હતા. તે સિવાય અન્ય 12 બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હોવાની કબૂલાત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગર/10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં PM મોદી આજે કોને મળ્યા, જાણો…

આ પણ વાંચો:Gujarat News/જામનગરમાં લાલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને વાગી ગોળી

આ પણ વાંચો:વડનગર/વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાળામાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે સ્ટડી ટુર