ભાવનગર/ સરકારી શાળામાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સુવિધાનું ચેકિંગ હાથ ધરાયું

રાજ્યભરમાં કહેર મચાવી દેનાર રાજકોટનો ટી.આર.બી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફટી ને લઈને ફરી એકવાર કડક…..

Top Stories Gujarat
Image 2024 06 16T164256.422 સરકારી શાળામાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સુવિધાનું ચેકિંગ હાથ ધરાયું

@હિરેન ચૌહાણ

Bhavnagar news: સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાક્ષીના અધિકારી દ્વારા તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું.

રાજ્યભરમાં કહેર મચાવી દેનાર રાજકોટનો ટી.આર.બી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફટી ને લઈને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્સ,બહુમાળી બિલ્ડીંગ, શાળાઓ અને હોસ્પિટલો માં ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉઠ્યા હતા. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફાયર સેફટી વગરની જગ્યાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફ્ટી જરૂરી છે તે માટે પણ સવાલો ઉઠ્યા હતા તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ને લઈને મોટા પાયે સવાલો ઉઠી રહ્યા હતા.ત્યારે રાજ્યભર ની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફાયર એન.ઓ.સી તેમજ ઇમરજેનસી સેવાના લઈને શિક્ષણઅધિકારી અને શાક્ષણાઅધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

WhatsApp Image 2024 06 16 at 2.08.32 PM સરકારી શાળામાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સુવિધાનું ચેકિંગ હાથ ધરાયું

રાજ્યમાં વધુ એક અગ્નિકાંડ રાજ્ય ને હચમચાવી દીધું હતું. રાજકોટમાં TRB ગેમઝોન માં લાગેલી આગને લકઈને સરકાર સામે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક રાજ્યભરમાં ગેમઝોન થેતર અને ફાયર સેફટી ઉપલબ્ધ નો હોય તેવી જગ્યાઓ બંધ કરી દેવાના આદેશ આપ્યા હતા જોકે સરકારી શાળાઓમાં પણ ફાયર સેફટી ની સુવિધાઓ યોગ્ય પરિપૂર્ણ થાઈ તે માટે પણ લોકોનો અવાજ ઉઠ્યો હતો ત્યારે રાજ્યભરમાં તમામ સરકારી શાળાઓમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ હાતબ ધરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાક્ષણા અધિકારી મુંજાલ બદમલીયા દ્વારા ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે જોકે ભાવનગરની શાળાઓ પાસે 2019 થી ફાયર એનઓસી ઉપલબ્ધ છે ત્યારે ભાવનગરની શાળામાં ચેકિંગ કરીને શાળાઓમાં ફાયર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.તેમજ બી.આર.સી.લ, સી.આર.સી.ની ટીમ દ્વારા પણ ચેકીંગ હાથ ધરાયુ છે.

WhatsApp Image 2024 06 16 at 2.08.31 PM સરકારી શાળામાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સુવિધાનું ચેકિંગ હાથ ધરાયું

રાજકોટ ટી.આર.બી અગ્નિકાંડ બાદ સરકારી શાળાઓમાં શિક્ષણ અધિકારી સાક્ષણાઅધિકારી બી.આર.સી સી.આર.સી સહિતનાઓ દ્વારા ચેકિંગ હાથ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ ખાનગી શાળાઓમાં આજે પણ ઘણી જગ્યાએ ફાયર સેફ્ટીને લઈને “આંખ આડા કાન” કરવામાં આવી રહ્યા છે ત્યારે ફાયર વિભાગ દ્વારા આ જગ્યાઓમાં ચેકિંગ ક્યારે કરાશે તે સવાલો ઉઠી રહ્યા છે જોકે છે કે સુરતમાં બનેલ તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ આ જ રીતના સરકાર દ્વારા સફાળા ચેકિંગ ના આદેશ આપવામાં આવ્યા હતા.પરંતુ સમય અંતરે પરિસ્થિતિ જેશે થે વેસેહી રહેંગે જેવી થઈ ગઈ હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હાલ રાજકોટ અગ્નિકાંડ ઘટનાને લઈને ઘોર નિંદ્રા માંથી જાગેલી સરકાર આવીરીતે કડક ચેકિંગ ક્યાં સુધી કરશે. જો કે ભાવનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોને પણ અગ્નિશામક યંત્રનો યુઝ કરતા અને ઇમરજન્સી માં શુંકરવું અને શું ન કરવું તેની તાલીમ પણ આપવામાં આવી છે.

WhatsApp Image 2024 06 16 at 2.08.30 PM સરકારી શાળામાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સુવિધાનું ચેકિંગ હાથ ધરાયું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ