Not Set/ મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટના ફૂડમાં મળી આવ્યા ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો

સંશોધકો કહે છે કે હાલમાં સંશોધન મર્યાદિત છે અને માત્ર એક શહેરમાંથી ફૂડ સેમ્પલ લેવેમાં આવ્યા છે. તે જ સમયે, FDA એ અભ્યાસની સમીક્ષા કરવાનું કહ્યું છે.

Top Stories World
પાટણ 7 મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટના ફૂડમાં મળી આવ્યા ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો

સંશોધન દર્શાવે છે કે, ફાસ્ટ ફૂડ કંપની મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટના ફૂડમાં phthalates રાસાયણના પાર્ટ્સ મળી આવ્યા છે. ડિટર્જન્ટમાં વપરાતા રસાયણોના ભાગો મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટના ફૂડમાં જોવા મળ્યા છે. નિષ્ણાંતો ઘણીવાર લોકોને તંદુરસ્ત જીવન માટે ફાસ્ટ ફૂડથી દૂર રહેવાની સલાહ આપે છે. તાજેતરના એક સંશોધનના પરિણામો પણ સૂચવે છે કે ફાસ્ટ ફૂડથી દૂર રહેવું સારું છે. આ સંશોધન જણાવે છે કે ફાસ્ટ ફૂડ કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

‘જર્નલ ઑફ એક્સપોઝર એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિઓલોજી’માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટ, ડોમિનોઝ, ટાકો બેલ વગેરે જેવી લોકપ્રિય ફાસ્ટ ફૂડ ચેઇન્સના ખાદ્ય પદાર્થોમાં phthalates મળી આવ્યા છે. આ તે પદાર્થ છે જે પ્લાસ્ટિકને નરમ રાખે છે.

MCDONALD'S #12117

પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિસાઇઝર તરીકે Phthalatesનો ઉપયોગ મુખ્યત્વે નરમાઈ, ટકાઉપણું અને લાંબી શેલ્ફ લાઇફ વધારવા માટે થાય છે. તેનો ઉપયોગ વિનાઇલ ફ્લોરિંગ, લુબ્રિકેટિંગ તેલ, સાબુ, હેર સ્પ્રે, લોન્ડ્રી ડિટર્જન્ટ વગેરે જેવા અન્ય ઘણા ઉત્પાદનોમાં થાય છે.

જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સેન એન્ટોનિયો, ટેક્સાસ), બોસ્ટન યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ આઉટલેટ્સમાંથી હેમબર્ગર, ફ્રાઈસ, ચિકન નગેટ્સ, ચિકન બ્યુરિટો અને ચીઝ પિઝાના 64 નમૂનાઓની તપાસ કરી.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, 80 ટકાથી વધુ ખાદ્ય પદાર્થોમાં DnBP નામનું phthalate મળી આવ્યું હતું. તેમજ 70 ટકામાં phthalate DEHT (phthalate) હતું. DEHT એ એક પ્લાસ્ટિસાઇઝર છે જેનો ઉપયોગ  કર્મચારીઓ દ્વારા ખોરાકમાં રહેલા વધુ ઝેરી રસાયણોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. તેનો ઉપયોગ બોટલ કેપ્સ, કન્વેયર બેલ્ટ, ફ્લોરિંગ સામગ્રી અને વોટરપ્રૂફ કપડાંમાં થાય છે.

MAC DONALD S BIG MAC - 25 pieces - Play Jigsaw Puzzle for free at Puzzle  Factory

સંશોધકોએ ટેક્સાસમાં તેમની લેબમાં ગ્લોવ્સનો પણ અભ્યાસ કર્યો. અધ્યયનમાં, સંશોધકોએ નોંધ્યું કે કેવી રીતે પૂરતા પુરાવા છે જે સૂચવે છે કે phthalateના ઉચ્ચ સંપર્કથી બાળકોમાં શીખવા, ધ્યાન અને વર્તણૂકીય સમસ્યાઓ થઈ શકે છે. તે સગર્ભા સ્ત્રીઓ અને અન્ય લોકોને પણ અસર કરી શકે છે.

જો કે, સંશોધકો કહે છે કે સંશોધન મર્યાદિત છે અને ખાદ્ય પદ્દાર્થોના નમુના માત્ર એક શહેરમાંથી લેવામાં આવ્યા હતા. બીજી તરફ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ કહ્યું છે કે તે અભ્યાસની સમીક્ષા કરશે.

અનોખા દીવા / રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

પાટણ / હિટ એન્ડ રનમાં આશારામ મહારાજનું મોત

Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ

સાવધાન! / શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!

Tips / જો તમારી કારમાં લગાવેલ ફાસ્ટેગ વધારે જૂનું થઈ ગયું છે તો દંડ થઈ શકે છે

Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે