Not Set/ 2011માં જે CBI મુખ્યાલયનાં ઉદઘાટનમાં આપી હતી હાજરી તે જ મુખ્યાલયમાં ધરપકડ બાદ ચિદમ્બરમે કાઢી પૂરી રાત

સીબીઆઈએ બુધવારે INX મીડિયા સાથે જોડાયેલા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરી હતી. એજન્સીનાં અધિકારીઓ કોંગ્રેસ નેતાને તેમના નિવાસસ્થાનથી સીબીઆઈનાં મુખ્ય મથક લઈ ગયા હતા. ચિદમ્બરમ કોંગ્રેસનાં મુખ્યાલયમાં મીડિયાને સંબોધન કર્યા બાદ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ પછી સીબીઆઈ અને ઇડીની ટીમો ત્યાં પહોંચી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર ચિદમ્બરમને સીબીઆઈ હેડક્વાર્ટરનાં ગ્રાઉન્ડ […]

India
cbi head 2011માં જે CBI મુખ્યાલયનાં ઉદઘાટનમાં આપી હતી હાજરી તે જ મુખ્યાલયમાં ધરપકડ બાદ ચિદમ્બરમે કાઢી પૂરી રાત

સીબીઆઈએ બુધવારે INX મીડિયા સાથે જોડાયેલા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરી હતી. એજન્સીનાં અધિકારીઓ કોંગ્રેસ નેતાને તેમના નિવાસસ્થાનથી સીબીઆઈનાં મુખ્ય મથક લઈ ગયા હતા. ચિદમ્બરમ કોંગ્રેસનાં મુખ્યાલયમાં મીડિયાને સંબોધન કર્યા બાદ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ પછી સીબીઆઈ અને ઇડીની ટીમો ત્યાં પહોંચી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર ચિદમ્બરમને સીબીઆઈ હેડક્વાર્ટરનાં ગ્રાઉન્ડ ફ્લોર પર એજન્સીનાં ગેસ્ટ હાઉસનાં સુઇટ નંબર 5 માં રાખવામાં આવ્યા છે. હવે તેમને ગુરુવારે વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં એજન્સી તેમની રિમાન્ડ માંગશે.

આ સીબીઆઈનું તે જ મુખ્ય મથક છે, જેમાં બિલ્ડિંગનાં ઉદઘાટન સમયે ચિદમ્બરમ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સીબીઆઈનાં નવા અદ્યતન મુખ્ય મથકનું ઉદ્ઘાટન વર્ષ 2011 માં તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે કર્યું હતું. આ પ્રસંગે ચિદમ્બરમ પણ હાજર હતા. ચિદમ્બરમ તે સમયે ગૃહ મંત્રી હતા. આજે તેમની ધરપકડ કરીને ત્યા જ રાખવામાં આવ્યા છે. જેના પર મનમોહન સિંહે કહ્યું, ‘તે એક પ્રભાવશાળી સંરચના છે અને તેના નિર્માણમાં જેમણે ફાળો આપ્યો છે તે બધાને હું અભિનંદન આપું છું. મને ખાતરી છે કે આ નવી ઇમારત તમારા બધાને કામ કરવા માટે આરામદાયક નિવાસ આપશે.’

નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 186 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ 11 માળની બિલ્ડિંગમાં તપાસ એજન્સીની તમામ શાખાઓ એક છત નીચે છે. તે લગભગ 7,000 વર્ગ મીટરમાં ફેલાયેલ છે અને આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. અહી પૂછપરછ રૂમ, લોક-અપ, શયનગૃહો અને વિવિધ માળખાનાં કોન્ફરન્સ હોલ્સ પણ છે.

તેમના ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો અંગે ચિદમ્બરમે કહ્યું હતું કે, ‘મને આંચકો લાગે છે કે મારા પર કાયદાથી ભાગવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે તેનાથી વિપરીત હુ કાનૂની રક્ષણ મેળવવાની તૈયારી કરી રહ્યો છુ. આઈએનએક્સ મીડિયા કેસમાં હુ કોઈ ગુનાનો આરોપી નથી, કે મારા પરિવારનો કોઈ સભ્ય પણ આરોપી નથી. સીબીઆઈ અને ઇડી વતી કોર્ટ સમક્ષ કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.