Gujarat election 2022/ ‘અવસર લોકશાહીનો’ અભિયાન લોન્ચ કરશે મુખ્ય ચૂંટણી અધિકારી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 માં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Top Stories Gujarat
Chief election comissionar P Bharati 'અવસર લોકશાહીનો' અભિયાન લોન્ચ કરશે મુખ્ય ચૂંટણી અધિકારી
  • નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-2022 : આજથી ‘અવસર રથ’ ફરશે
  • બુથ લેવલ અધિકારીઓ માટે 51,782 મતદાન મથકોએ ‘ચુનાવ પાઠશાલા’નું આયોજન :
  • મતદાન મથકોએ વિશેષ સુવિધા : સેલ્ફી બુથ અને શપથ જેવા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન

Gujarat election 2022 માં મતદાનની (Voting) ટકાવારી વધે અને નાગરિકો (Citizen) ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી (Chief Election Officer)  દ્વારા ‘અવસર લોકશાહીનો’ (Opportunity of decmocracy) અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું તેવા 2022 મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-2022’ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 3 નવેમ્બર થી 17 નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ (P Bharati) આજે ગાંધીનગર કલેકટર કચેરી (Gandhinagar collector office) ખાતેથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના  રિન્કેશ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ(Valsad), સુરત(Surat),  વડોદરા(Vadodara), પંચમહાલ(Panchmahal), આણંદ(Anand), અમદાવાદ(Ahmedabad), ગાંધીનગર(Gandhinagar), બનાસકાંઠા(Banaskantha), રાજકોટ(Rajkot), જામનગર (jamnagar) અને ભાવનગર (Bhavnagar) એમ કુલ 11 ઝોનમાં 11 ‘અવસર રથ’ ફરશે. 17મી નવેમ્બર સુધી આ ‘અવસર રથ’ નિયત રૂટ ઉપર ફરીને મતદાન જાગૃતિનું કાર્ય કરશે.

‘અવસર લોકશાહીનો’ ના ‘મિશન-2022’ અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઓછુ મતદાન થવા પાછળના સંભવિત કારણો શોધીને સુધારાત્મક ઉપાયો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આવા મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત બૂથ લેવલ ઑફિસર કક્ષા (Booth level officer) સુધી ‘ચુનાવ પાઠશાલા’ની બેઠકો કરવામાં આવી છે. 51,782 મતદાન મથકોએ આવી બેઠકો કરવાનું આયોજન છે. બૂથ લેવલ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપ બનાવીને, સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપમાં જોડાઈ મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

શહેરી વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને, વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મતદારોને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે તમામ મતદાન મથકે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત અન્ય સુવિધાઓ જેવી કે, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, શેડ, વૃધ્ધો-અશક્તો-દિવ્યાંગો માટે મદદનીશ સહિતની વિશેષ સુવિધાઓ મતદાન મથકે ઉપલબ્ધ કરાવાશે.

શાળાઓ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગેના સંદેશા પાઠવવામાં આવ્યા છે. સોસાયટીના ચેરમેન, સંચાલકોને સોસાયટીના તમામ સભ્યો આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરણા આપે એ અંગે પત્ર લખીને અપીલ કરવામાં આવી છે.

વર્તમાનમાં સેલ્ફી (Selfie) લોકપ્રિયતાને ધ્યાને રાખીને કેટલાક સ્થળોએ  ‘સેલ્ફી બુથ’ (Selfie booth) ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઑનલાઇન ‘પ્લેજ કેમ્પેઈન’ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહયા છે.