Gujarat Election/ કચ્છ ખાતે જુદાજુદા કાર્યક્રમમાં ત્રણ રાજ્યના cmનો જમાવડો

રાજકીય રીતે પણ કચ્છ આગવું સ્થાન ધરાવે છે. આજ રોજ દેશના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી એક સાથે કચ્છમાં પધારી રહ્યા છે. જેમાં

Top Stories Gujarat Others
Untitled કચ્છ ખાતે જુદાજુદા કાર્યક્રમમાં ત્રણ રાજ્યના cmનો જમાવડો

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી ગતિવિધિ જોર પકડી રહી છે. ભૌગોલિક રીતે રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છનું રાજકીય રીતે પણ આગવું સ્થાન છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આજ રોજ દેશના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી હાજરી આપશે.

“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” – 2001ના વિનાશકારી ભૂંકપ બાદ ખુવારી માંથી બેઠા થયેલા કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ સાથે અન્ય ઉદ્યોગ-ધંધાનો વિકાસ થયો છે. અને વિકાસની ગાથા અવિરત ચાલુ જ છે. જો કે કચ્છીમાડુઓની ખુમારી અને ખમીરની જેમ જ કચ્છની ધરતી પરના રાજકીય સમીકરણો પણ નોખા જ છે.

અને એટલે રાજકીય રીતે પણ કચ્છ આગવું સ્થાન ધરાવે છે. આજ રોજ દેશના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી એક સાથે કચ્છમાં પધારી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ચેમ્બર ઓફ કોમર્સના નવા સંકુલનું ઉધઘાટન કરશે.  સાથે અંજારની ભાગોળે આવેલ વેલસ્પન કંપનીની પણ મુલાકાત લેશે, હટડી ભદ્રેશ્વર માર્ગ પર આવેલ પોર્ટ બ્રિઝ નું ઉદઘાટન કરશે તેની સાથે 11 ઉદ્યોગ ગૃહના ભૂમિ પૂજન પણ કરશે

સાથે સાથે આજ રોજ  1 ઓક્ટોબરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કચ્છ ખાતે એક જંગી જનસભાને સંબોધિત કરશે. ગાંધીધામના ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં બપોરે 12:00 વાગે સભાની સંબોધિત કરવામાં આવશે.