Not Set/ બાળકોનાં મોતની બબાલ વચ્ચે રાજકોટમાં ફરી નવજાતનાં મોતથી મામલો ઉગ્રતા તરફ

મંગળવારે વહેલી સવારે વઘુ એક નવજાતનું રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજતો પહેલેથી જ ઉકળતા ચરુ જેવા નવજાતોનાં મોતનો મામલો વધુ સંગીન બન્યો છે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં કોટાની જે કે લોન હોસ્પિટલમાં ડિસેમ્બરથી જાન્યુઆરીની શરુઆત સુધીમાં 104 બાળકોનાં મોત નિપજતા રાજસ્થાન કોંગ્રેસની ગેહલોત સરકાર ચોતરફે ઘેરવામાં આવી હતી અને અશોક ગેહલોત સરકારની હાલત આ મામલે […]

Top Stories Gujarat Rajkot Videos
child death બાળકોનાં મોતની બબાલ વચ્ચે રાજકોટમાં ફરી નવજાતનાં મોતથી મામલો ઉગ્રતા તરફ

મંગળવારે વહેલી સવારે વઘુ એક નવજાતનું રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજતો પહેલેથી જ ઉકળતા ચરુ જેવા નવજાતોનાં મોતનો મામલો વધુ સંગીન બન્યો છે. આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં કોટાની જે કે લોન હોસ્પિટલમાં ડિસેમ્બરથી જાન્યુઆરીની શરુઆત સુધીમાં 104 બાળકોનાં મોત નિપજતા રાજસ્થાન કોંગ્રેસની ગેહલોત સરકાર ચોતરફે ઘેરવામાં આવી હતી અને અશોક ગેહલોત સરકારની હાલત આ મામલે કફોડી કરતા નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. દરમિયાન જ્યારે માધ્મો દ્વારા ગુજરાતની હોસ્પિટલોમાં રિયાલીટી ચેક કરવામાં આવતા જે સામે આવ્યું તેણે તમામનાં પગતળેથી જમીન ખીસકાવી નાખી છે.  પાછલા મહિનાથી અત્યાર સુધીનો જો ગુજરાતમાં નવજાત બાળકોનો મૃત્યું આંક જોવામાં આવે તો, તે રાજસ્થાનની કોટાની હોસ્પિટલમાં થયેલ નવજાત બાળકોનાં મૃત્યું આંકને પાણીચું આપતો અનેક ગણો માટો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ હોવા છતાં બાળ મરણના મોટા આંકડાઓ કેમ સામે આવી રહ્યા છે..?

Image result for child death"

માધ્યમોના અહેવાલોને કારણે અચાનક પડેલી સ્તાળથી ગુજરાત સરકાર અને વહિવટી તંત્રી પાસે આપવા માટે કોઇ જવાબતો નથી જ અને ભરવા માટે કોઇ વિશેષ પગલા પણ નથી. સરકાર આ મામલે સંપૂર્ણ ઉંધતી ઝડપાઇ છે, તેવુ પણ બીલકુલ અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે મૃત્યું અંક મોઢામાં આંગળા નાખી જવાય એટલો મોટો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા તાકીદે આ મામલે બેઠકનો ધમધમાટ શરુકરવામાં આવ્યો છે. અને હાલતો જાગ્યા ત્યાંથી સવારની રાહે સરકાર કામમાં જોતરાઇ ગઇ છે. તમામ હકીકતો વચ્ચે આજે સવારે પણ રાજકોટની હોસ્પિટલમાં નવજાતનું મોત થતા મામલો ફરી ઉકળી ઉઠ્યો છે.

આ પણ વાંચો : રાજકોટમાં બાળકોનાં મોતનાં સવાલ પર CM રૂપાણીએ ચાલતી પકડી, શક્તિસિંહ ગોહીલે કર્યો સવાલ-શું રાજીનામું આપશે મુખ્યમંત્રી

Image result for child death"

આપને જણાવી દઇએ કે, રાજકોટમાં વધુ એક નવજાત બાળકોના મોતની ઘટના સામે આવી છે. ગુજરાત રાજ્યમાં નવજાત શિશુઓના મોત આંકડા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે રાજકોટમાં પાછલા 12 કલાકમાં 4 નવજાત શિશુના મોત થયા છે. નવજાત શિશુના મોતના બનાવથી ગભરાઇને 51 બાળકોનાં વાલીઓએ પોતાનાં વહાલસોયા સાથે રાજકોટની કે.ડી.હોસ્પિટલ છોડી હતી. નોંધનીય છેકે, રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મોતના જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા બાદથી આ મામલો વધુ ગરમાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.