આદેશ/ બંગાળમાં કોરોનાના લીધે અનાથ થયેલા બાળકોને યોજનાઓનો લાભ મળવો જોઇએ : સુપ્રીમ કોર્ટ

બંગાળ સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, કોવિડ -19 દરમિયાન ફક્ત 27 બાળકો અનાથ થયા છે, કોર્ટે તેને અવિશ્વસનીય ગણાવ્યું છે.

India
suprime cpourt બંગાળમાં કોરોનાના લીધે અનાથ થયેલા બાળકોને યોજનાઓનો લાભ મળવો જોઇએ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યમાં કોવિડ -19 ને કારણે અનાથ થયેલા તમામ બાળકોને પીએમ કેરેસ ફંડમાંથી જાહેર કરાયેલ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ.કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રોગચાળામાં અનાથ થયેલા બાળકોને જ આ યોજનાઓનો લાભ મળવો જોઈએ, પરંતુ કોવિડ -19 દરમિયાન અનાથ થયેલા તમામ બાળકોને તેમાં લાભ આપવો જોઈએ. બંગાળ સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, કોવિડ -19 દરમિયાન ફક્ત 27 બાળકો અનાથ થયા છે, કોર્ટે તેને અવિશ્વસનીય ગણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે બંગાળના તમામ જિલ્લા કલેક્ટરોને નિર્દેશ આપ્યો કે આવા બાળકો વિશે વહેલી તકે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે અને સંબંધિત વેબ પોર્ટલ પર ડેટા વહેલી તકે અપલોડ કરવામાં આવે.દેશમાં બધા માટે સમાન સારવાર માટેની બીજી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2010 હેઠળ દેશના તમામ નાગરિકોને સમાન તબીબી સુવિધાઓ મેળવવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટના જજ એન.વી. રમણા અને ન્યાયાધીશ સૂર્યા કાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર અને અન્ય પક્ષોને નોટિસ ફટકારી છે અને  જવાબ માંગ્યો છે. આ અરજી પબ્લિક હેલ્થ કેમ્પેન, પેશન્ટ રાઇટ્સ કેમ્પેઇન અને કે.એમ.ગોપકુમાર દ્વારા કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત કાયદાની તમામ જોગવાઈઓનો અમલ થવો જોઈએ. આ સાથે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રૂલ્સ 2012 લાગુ થવો જોઈએ જેથી દરેકને પોસાય અને ગુણવત્તાવાળી તબીબી સુવિધાઓ મળી રહે.