સોશિયલ મીડિયા પર અવારનવાર અજીબોગરીબ અને ખરાબ વીડિયો વાયરલ થતા રહે છે, આવી સ્થિતિમાં વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કોઈ પણ ટેન્શનમાં મુકાઈ જશે. વાસ્તવમાં, આ વીડિયોમાં બે નાના બાળકો 22 માળની બિલ્ડિંગની ટોચ પર ઉભા છે અને અહીં-ત્યાં કૂદતા જોવા મળે છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ચીનનો જણાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :આ ક્યુટુ બિલાડીના નખરા જોશો તો જોતાં જ રહી જશો!!!
આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે ટ્વિટ કરતા યુઝરે લખ્યું કે, “મને ખબર નથી કે તે ક્યાંનો છે, પરંતુ એક માતા હોવાના નાતે આ વીડિયો મને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલ્ડિંગની છતની કિનારે બનેલી છત પર બે નાના બાળકો રમી રહ્યા છે, એક બાળક કૂદીને બીજા ટેરેસ પર જાય છે અને પછી બંને રમવા લાગે છે.
I don't know where this is. As a parent, watching this made me anxious and upset.
Recieved this on WhatsApp. pic.twitter.com/xvqWca9BXH— Kaveri 🇮🇳 (@ikaveri) November 9, 2021
આ વીડિયો કોઈને પણ પરેશાન કરી શકે છે. આપણ જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને બંને બાળકો માટે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તમે પણ જોઈ શકો છો આ રૂવાડા ઊભા કરે દે અને હૃદયને ધબકાવી દે તેવો વીડિયો.
આ પણ વાંચો :પદ્મશ્રી પુરસ્કાર મેળવવાનો આવો અંદાજ ક્યારે નહીં જોયો હોય, તમે પણ જુઓ આ વીડિયો
આ પણ વાંચો :મોજ-મસ્તીના મૂડમાં બેઠેલા વ્યક્તિએ કરી ભૂલ, સિંહે આ રીતે ભણાવ્યો પાઠ
આ પણ વાંચો :કેમેરાની સામે અક્ષય કુમાર સાથે કરી નાખી ગંદી હરકત, પછી જે થયું….
આ પણ વાંચો :બાઇક પર યુવક સ્ટન્ટ કરી રહ્યો હતો, અચાનક જે થયુ તે જોઇ તમારા રૂંવાટા થઇ જશે ઉભા, Video
