લડાખ-ચીન રેલ્વેલાઇન/ લદાખ સુધી આવશે ચીનની રેલવે લાઇન,પેંગોગથી નેપાળ સુધી રેલવે લાઇન બિછાવનારુ ચીન

ભારત જમ્મુ-કાશ્મીરના આ વર્ષના અંત સુધીમાં રેલવે લાઇન સુધી જોડવાનું છે તો ચીને પણ છેક અકસાઇ ચીનમાં પેંગોંગ ઝીલ સુધી રેલવે લાઇન પાથરવાની યોજનાની તૈયારી શરૂ કરી દીધી છે.

Top Stories World
China Railwayline લદાખ સુધી આવશે ચીનની રેલવે લાઇન,પેંગોગથી નેપાળ સુધી રેલવે લાઇન બિછાવનારુ ચીન

China-Railwayline-Aksai Chin ભારત જમ્મુ-કાશ્મીરના આ વર્ષના અંત સુધીમાં રેલવે લાઇન સુધી જોડવાનું છે તો ચીને પણ છેક અકસાઇ ચીનમાં પેંગોંગ ઝીલ સુધી રેલવે લાઇન પાથરવાની યોજનાની તૈયારી શરૂ કરી દીધી છે. ચીનની આ મહત્વકાંક્ષી રેલ્વે લાઈન શિનજિયાંગ અને તિબેટને જોડશે. ચીનની આ રેલ્વે લાઈન અક્સાઈ ચીનમાં ભારતને અડીને આવેલા LACની ખૂબ નજીકથી પસાર થશે. China-Railwayline-Aksai Chin આ રેલ્વે લાઇન અંગેની માહિતી તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની સરકાર દ્વારા આપવામાં આવી છે. ચાઇનીઝ રેલ્વે લાઇનનો પ્રથમ તબક્કો વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થશે અને તે ઝિયાગ્ત્સેથી પખુત્સો સુધી ચાલશે. બાકીની રેલ્વે લાઇન હોટન સુધી જશે અને વર્ષ 2035 સુધીમાં પૂર્ણ થશે.

ધ હિંદુના અહેવાલ મુજબ, ચીનથી તિબેટ માટે મધ્યમ અને લાંબા ગાળાની China-Railwayline-Aksai Chin રેલવે યોજના ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવી હતી. આ અંતર્ગત વર્ષ 2025 સુધીમાં આ રેલ્વે લાઇનને 1400 કિમીથી વધારીને 4000 કિમી કરવાની છે. ચીનનું નવું રેલવે નેટવર્ક ભારત અને નેપાળની સરહદ પરથી પસાર થશે. આમાં સૌથી મહત્વકાંક્ષી યોજના શિનજિયાંગ-તિબેટ રેલ્વે લાઈન છે. આ રેલવે લાઈન G219 નેશનલ હાઈવે પરથી પસાર થશે.

રેલ્વે લાઈન પેંગોંગ તળાવમાંથી પસાર થશે

અક્સાઈ ચીનમાંથી પસાર થતા શિનજિયાંગ-તિબેટ હાઈવેએ China-Railwayline-Aksai Chin ભારત અને ચીન વચ્ચે તણાવને વેગ આપ્યો હતો, જેના કારણે 1962માં યુદ્ધ થયું હતું. આ પ્રસ્તાવિત રેલ્વે લાઇન તિબેટના શિગાત્સેથી શરૂ થશે અને ઉત્તર પશ્ચિમમાં નેપાળ સરહદમાંથી પસાર થશે. તે અક્સાઈ ચીનમાંથી પસાર થશે અને શિનજિયાંગ પ્રાંતના હોટનમાં સમાપ્ત થશે. આ પ્રસ્તાવિત રેલ્વે લાઈન અક્સાઈ ચીનના રૂટોગ અને ચીનના પ્રદેશમાં પેંગોંગ તળાવ નજીકથી પસાર થશે. તાજેતરમાં ભારત-ચીન વચ્ચેના સંઘર્ષમાં પેંગોંગ તળાવની સાથેનો પોઇન્ટ મુખ્ય મુદ્દો હતો.

ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે વર્ષ 2025 સુધીમાં ઘણા મોટા રેલવે પ્રોજેક્ટ્સમાં પ્રગતિ થશે. આ રિપોર્ટ જણાવે છે કે, ‘પ્રાદેશિક રેલવે નેટવર્કમાં સુધારો કરવાથી સામાજિક અને આર્થિક વિકાસ થશે. તેની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કરી શકાય છે. હાલમાં તિબેટમાં 3 રેલ્વે લાઇન છે. આમાં, લ્હાસા-નિઆંગચી રેલ્વે લાઈન તિબેટના દક્ષિણપૂર્વમાં ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાંથી પસાર થાય છે. આ રેલ્વે લાઇનને સિચુઆન પ્રાંતની રાજધાની અને મુખ્ય આર્થિક અને લશ્કરી કેન્દ્ર ચેંગડુ સુધી લંબાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

ચીન-પરમાણુ શસ્ત્રો/ પરમાણુ શસ્ત્રાગારને 2035 સુધીમાં ત્રણ ગણું કરીને 900 સુધી પહોંચાડવાનું ચીનનું આયોજન 

Yogi-Rahul/ રાહુલ જેવા નેતા જ્યાં સુધી વિપક્ષમાં હશે ત્યાં સુધી અમારું કામ સરળ રહેશેઃ યોગી

BigBossWinnerMcstan/ MC સ્ટેને બિગ બોસની ટ્રોફી જીતી, સલમાન ખાન દેખાતો ન હતો ખુશ, બીજા કોઈને કહ્યું સાચો વિજેતા