Not Set/ વિશ્વને કોરોના મહામારી આપનાર ચીન આજે અમેરિકાને પછાડી વિશ્વનો સૌથી ધનિક દેશ બન્યો

રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ચીન અને વિશ્વનાં બીજા સૌથી મોટા યુનાઇટેડ સ્ટેટ્સની સંપત્તિનો મોટો હિસ્સો કેટલાક શ્રીમંત લોકો સુધી સીમિત છે. રિપોર્ટ અનુસાર આ બે સમૃદ્ધ દેશોની વસ્તીનાં દસ ટકા લોકો પાસે સૌથી વધુ સંપત્તિ છે.

Top Stories World
ચીન બની દુનિયાની સૌથી ધિનક Country

દુનિયાનું ‘બોસ’ કહેવાતું અમેરિકા હવે દરેક મોરચે ચીનથી પાછળ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ચીન અમેરિકાને હરાવી દુનિયાનો સૌથી અમીર દેશ બન્યો છે. છેલ્લા 20 વર્ષમાં વિશ્વની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે. સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર એ છે કે આમાંથી ત્રીજા ભાગની સંપત્તિ ચીનમાં છે.

ચીન બની દુનિયાની સૌથી ધિનક Country

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

આપને જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વને કોરોના મહામારી આપનાર દેશ ચીન આજે વિશ્વની સૌથી વધુ સંપત્તિ ધરાવતો દેશ બની ગયો છે. વિશ્વભરનાં દેશોની બેલેન્સ શીટ પર નજર રાખતી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મેકિન્સે એન્ડ કંપનીની સંશોધન શાખાનાં અહેવાલ મુજબ ચીન હવે વિશ્વનો સૌથી ધનિક દેશ છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ચીન અને વિશ્વનાં બીજા સૌથી મોટા યુનાઇટેડ સ્ટેટ્સની સંપત્તિનો મોટો હિસ્સો કેટલાક શ્રીમંત લોકો સુધી સીમિત છે. રિપોર્ટ અનુસાર આ બે સમૃદ્ધ દેશોની વસ્તીનાં દસ ટકા લોકો પાસે સૌથી વધુ સંપત્તિ છે. તેથી, દેશમાં અમીરોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને અમીર અને ગરીબ દેશો વચ્ચે ઘણું અંતર છે. રિપોર્ટ અનુસાર, 2000માં વિશ્વની કુલ સંપત્તિ $156 ટ્રિલિયન હતી, જે 2020માં એટલે કે 20 વર્ષ પછી વધીને $514 ટ્રિલિયન થઈ ગઈ છે. મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટનાં સહયોગી જાન મિશ્કેએ જણાવ્યું હતું કે, “વિશ્વનાં ઘણા દેશો વધુ સમૃદ્ધ બન્યા છે.” રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વની કુલ સંપત્તિનાં 68% સ્થિર સંપત્તિ છે, જ્યારે બાકીની સંપત્તિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને સાધનોનો સમાવેશ થાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 2000માં ચીનની કુલ સંપત્તિ $7 ટ્રિલિયન હતી, જે 2020માં ઝડપથી વધીને $120 ટ્રિલિયન થઈ ગઈ.

ચીન બની દુનિયાની સૌથી ધિનક Country

આ પણ વાંચો – કોરોના / ચીનમાં કોરોનાનો વધ્યો આતંક, એક યુનિવર્સિટીના 1500થી વધુ વિદ્યાર્થીઓને કરાયા આઇસોલેટ

2000 પહેલા ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનું સભ્ય હતું. ત્યારપછી ચીનની અર્થવ્યવસ્થા કેટલી ઝડપથી આગળ વધી છે તેનો અંદાજ જ લગાવી શકાય છે. ચીન પાસે 20 વર્ષમાં વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ છે. વળી, નંબર બે અમેરિકન સંપત્તિ 20 વર્ષમાં બમણી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર 2000માં અમેરિકાની સંપત્તિ 90 ટ્રિલિયન ડોલર હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અહીં પ્રોપર્ટીનાં ભાવમાં વધુ વધારો ન થવાને કારણે અમેરિકનની સંપત્તિ ચીન કરતાં ઓછી રહી અને તેમણે પોતાનું નંબર વન સ્થાન ગુમાવ્યું.