Not Set/ ક્રિસ ગેલ બન્યો સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

વેસ્ટઇન્ડીઝ નો ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બની ગયો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ કેનસિંગટન ઓવલ માં રમાઈ રહેલ પ્રથમ વનડે માં  આ ઉપલબ્ધી હાંસિલ કરી. તેમના નામે 444 મેચમાં 477 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે. આ મામલે તેઓએ પાક. ના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદી ને પાછળ છોડી દીધો છે. આફ્રિદીએ 524 મેચમાં 476 […]

Sports
mantavya 284 ક્રિસ ગેલ બન્યો સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

વેસ્ટઇન્ડીઝ નો ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બની ગયો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ કેનસિંગટન ઓવલ માં રમાઈ રહેલ પ્રથમ વનડે માં  આ ઉપલબ્ધી હાંસિલ કરી. તેમના નામે 444 મેચમાં 477 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે. આ મામલે તેઓએ પાક. ના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદી ને પાછળ છોડી દીધો છે. આફ્રિદીએ 524 મેચમાં 476 સિક્સર ફટકારી છે.

ગેલ વર્લ્ડ કપ બાદ વનડેમાંથી લેશે સન્યાસ 

  1. ગેલ વનડેમાં 276, ટી-20 માં 103 અને ટેસ્ટમાં 98 છક્કા ફટકાર્યા છે. તેમને હાલ જ વનડેમાંથી સંન્યાસ લેવાની વાત કહી હતી. ૩૦મે થી 14 જુલાઈ સુધી ઇંગ્લેન્ડ-વેલ્સમાં યોજાનાર વર્લ્ડ કપ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે.
  2. સૌથી વધુ સિક્સર ફટકારનાર ની લીસ્ટમાં ભારતના રોહિત શર્મા પાંચમાં નંબરે છે. તેઓએ 349 છક્કા ફટકાર્યા છે. જયારે ન્યુઝીલેન્ડ ના બ્રેન્ડન મેક્કુલમ 398 ત્રીજા નંબરે અને શ્રીલંકાના સનથ જયસુર્યા 352 ચોથા નંબરે છે. મેક્કુલમ અને જયસુર્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંન્યાસ લઇ ચુક્યા છે .
  3.  ગેલને આ મહિનાની શરૂઆતમાં ઈંગ્લેંડ વિરુદ્ધ વનડે સીરીઝ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. ગેલના નામે વનડેમાં 24 સદી છે. તે વેસ્ટ ઇન્ડીઝ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. જયારે રનના મામલે બ્રાયન લારા (10405) બાદ બીજા નંબરે છે. ગેલે 9727 રન બનાવ્યા છે.