Not Set/ ભાનુશાળીની હત્યાનું કાવતરું છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા મળીને રચ્યું, થયો ચોકાવનારો ખુલાસો

અમદાવાદ, જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમે છબીલ પટેલના ફાર્મહાઉસ પરથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અબસાડાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા 8 જાન્યુઆરીના ચાલુ ટ્રેનમાં ગોળી મારીને કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે. ત્યારે આ મામલે એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 437 ભાનુશાળીની હત્યાનું કાવતરું છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા મળીને રચ્યું, થયો ચોકાવનારો ખુલાસો

અમદાવાદ,

જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમે છબીલ પટેલના ફાર્મહાઉસ પરથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અબસાડાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા 8 જાન્યુઆરીના ચાલુ ટ્રેનમાં ગોળી મારીને કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો છે. ત્યારે આ મામલે એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો.

અજય તોમરે જણાવ્યું કે, આ ઘટનામાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનું નામ બહાર આવ્યું છે. મનીષા ગોસ્વામી વિરુદ્ધ નરોડા પોલિસ સ્ટેશનમાં સુનીલ ભાનુશાળીને ભત્રીજાએ ફરિયાદ નોંધાવી હતી.

ભાનુશાળીની હત્યાનું કાવતરું છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા મળીને રચ્યું

મનીષા ગોસ્વામીના ભત્રીજાની ફરિયાદના આધારે મનીષા ગોસ્વામીને થોડા દિવસ પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવી હતી. જયંતી ભાનુશાળીને કચ્છમાં છબીલ પટેલ સાથે પણ રાજકીય મનદુખ હતું.

ભાનુશાળીની હત્યા માટે બહારથી હત્યારા બોલાવવામાં આવ્યા હતા. હત્યાર આવ્યા ત્યારે મનીષા ગોસ્વામી તેમની વ્યવસ્થા કરવા માટે કચ્છમાં જ રોકાઈ હતી.

ભાનુશાળીની હત્યાનું કાવતરું છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ ભેગા મળીને રચ્યું હતું. આ બંને ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપી છે. પરંતુ અત્યારે બંને પોલીસની પકડથી દૂર છે. છબીલ પટેલને વિદેશથી પકડી લાવવા માટે પોલિસ ઈન્ટરપોલની મદદ પણ લઈ શકે છે.

જયંતિ ભાનુશાળીની હત્યા કરવા માટે હત્યારાઓ ભચાઉથી ટ્રેનમાં બેઢા હતા. આ બંનેએ હત્યારાઓ જયંતિ ભાનુશાળી જે કોચમાં બેઠા હતા તેનો દરવાજો ખટખટાવ્યો હતો. જયંતિ ભાનુશાળીએ જેવો દરવાજો ખોલ્યો કે તરત જ  બંને આરોપીઓએ બળજબરીપૂર્વક કોચમાં ધસી આવ્યા તે સમયે ભાનુશાળી અને હત્યારા વચ્ચે થોડી મારામારી થઈ હતી અને ત્યાર બાદ હત્યારાઓએ ભાનુશાળીને ગોળીથી ઠાર માર્યા હતા. ફાયરિંગ બાદ હત્યારાઓ ટોલ ટેક્સના વિડીયોમાં દેખાયા હતા.

પોલીસને જયંતિ ભાનુશાળી હત્યા કેસનાં 2 આરોપીઓ પકડવામાં સફળતા મળી છે. શશિકાંત ઉર્ફે ભીટીયા દાદા કામલે, જય જવાહરનગર, યેરવડા આ આરોપી ઉપર યેરવડા પોલિસ સ્ટેશનમાં 15 ગુના નોંધાયેલા છે, જયારે બીજો આરોપી  શેખ અશરફ અનવર, યેરવડા જેના ઉપર યેરવડા પોલિસ સ્ટેશનમાં ગંભીર ગુના નોંધાયેલા છે.