Not Set/ દિલ્હીમાં કેજરીવાલ સરકારે વેટમાં કર્યો ઘટાડો, ડીઝલ થયુ 8 રૂપિયા સસ્તું

  કોરોના સંકટ દરમિયાન રાજધાની દિલ્હીનાં લોકોને મોટી રાહત આપવા માટે, દિલ્હી સરકારે ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગુરુવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં ડીઝલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 16.75 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટનાં આ નિર્ણય સાથે, દિલ્હીમાં ડીઝલની […]

India
7285e72f60c422b44060c9680a66d063 1 દિલ્હીમાં કેજરીવાલ સરકારે વેટમાં કર્યો ઘટાડો, ડીઝલ થયુ 8 રૂપિયા સસ્તું
 

કોરોના સંકટ દરમિયાન રાજધાની દિલ્હીનાં લોકોને મોટી રાહત આપવા માટે, દિલ્હી સરકારે ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગુરુવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં ડીઝલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 16.75 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટનાં આ નિર્ણય સાથે, દિલ્હીમાં ડીઝલની કિંમત 82 રૂપિયાથી ઘટીને 73.64 રૂપિયા કરવામાં આવશે, એટલે કે હવે ભાવમાં પ્રતિ લિટર રૂ. 8.36 નો ઘટાડો કરવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે દિલ્હીનાં અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં હજુ પણ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, સાથે તેમણે કહ્યું કે અમે લોકોનાં સહકારથી આ પડકારોને પાર કરીશું. તેમણે કહ્યું કે, આ કાપ પછી દિલ્હીમાં ડીઝલની કિંમત પ્રતિ લીટર 82 રૂપિયાથી ઘટીને 73.64 રૂપિયા થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યનાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ડીઝલ પરનાં વેટમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે.

આ સાથે કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારનાં રોજગાર બજારજોબ પોર્ટલ પર ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 7,775 કંપનીઓએ નોંધણી કરાવી છે અને 2,04,785 નોકરીઓ આવી છે. વળી લગભગ 3 લાખ 62 હજાર લોકોએ નોકરી માટે નોંધણી કરાવી છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, હું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આગામી દિવસોમાં વેપારીઓને મળીશ અને જો તેમને કોઈ અન્ય સમસ્યા હોય તો તેને સુધારવા પ્રયાસ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.