Not Set/ પી.ચિદમ્બરમની ચેતવણી- 30 ઓગસ્ટ સુધી દેશમાં થઇ જશે 30 લાખથી પણ વધુ કોરોનાનાં કેસ

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમે દેશ અને કેન્દ્ર સરકારને કોરોનામાં ઝડપથી વધી રહેલા કેસો અંગે ચેતવણી આપી છે. પી.ચિદમ્બરમે પોતાની એક ટ્વિટમાં દાવો કર્યો છે કે, ઓગસ્ટ 2020 સુધીમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 3૦ લાખથી પણ વધારે થઇ જશે. પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 15,83,792 છે, ફક્ત […]

India
54f957f2fea3feaf1c8e8c5f882a6e88 પી.ચિદમ્બરમની ચેતવણી- 30 ઓગસ્ટ સુધી દેશમાં થઇ જશે 30 લાખથી પણ વધુ કોરોનાનાં કેસ
54f957f2fea3feaf1c8e8c5f882a6e88 પી.ચિદમ્બરમની ચેતવણી- 30 ઓગસ્ટ સુધી દેશમાં થઇ જશે 30 લાખથી પણ વધુ કોરોનાનાં કેસ

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમે દેશ અને કેન્દ્ર સરકારને કોરોનામાં ઝડપથી વધી રહેલા કેસો અંગે ચેતવણી આપી છે. પી.ચિદમ્બરમે પોતાની એક ટ્વિટમાં દાવો કર્યો છે કે, ઓગસ્ટ 2020 સુધીમાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 3૦ લાખથી પણ વધારે થઇ જશે. પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 15,83,792 છે, ફક્ત જુલાઇ મહિનામાં 9.6 લાખ નવા કેસ નોંધાયા છે. તેમણે કહ્યું, કોરોનાનાં આંકડા સમજવા માટે અંકગણિત સરળ છે પરંતુ તેનું પરિણામ ભયાનક છે.

અન્ય એક ટવીટમાં કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, જો દૈનિક દરમાં વધારો થાય છે, જેમ કે દેખાઈ રહ્યો છે તો ભારતમાં ઓગસ્ટ 2020 નાં અંત સુધીમાં 33 લાખથી વધુ સંક્રમિત હશે જ્યારે સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો 55 લાખને પાર પહોંચશે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ભગવાન ના કરે, પરંતુ સંક્રમિતોની સંખ્યામાં તમામ દેશોને હરાવીને ભારત વિશ્વનો પ્રથમ કોરોના પ્રભાવિત દેશ બનશે. પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તે આંકડા મોદી સરકારની તે રણનીતિ વિશે શું કહે છે, જ્યારે PM મોદીએ પોતાના હાથોમાં શક્તિઓ અને નિર્ણયોનું કેન્દ્રિત કર્યા હતા. પી ચિદમ્બરમે પીએમ મોદીની તે વ્યૂહરચનાને નિષ્ફળ ગણાવી છે.

નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે એક જ દિવસમાં 55 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ છે, જે સૌથી વધુ છે. દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, ભારતમાં હવે કોરોના વાયરસનાં કુલ કેસની સંખ્યા 16,38,871 છે. આમા 5,45,318 સક્રિય કેસ, 10,57,806 ડિસ્ચાર્જ કેસ અને 35,747 દર્દીઓનાં મૃત્યુનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં 55,079 નવા કેસ નોંધાયા છે અને 779 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) કહે છે કે, 30 જુલાઈ સુધી દેશમાં કોવિડ-19 માટે 1,88,32,970 સેમ્પલો ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.