Not Set/ વિશાખાપટ્ટનમમાં ઘટી મોટી દુર્ઘટના, વિશાળ ક્રેન પડવાથી 10 લોકોનાં મોત

  આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક મોટો અકસ્માત થયો છે. જ્યાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે એક વિશાળ ક્રેન પડી ગઇ હતી, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના અંગે ડીસીપી સુરેશ બાબુએ કહ્યું છે કે, એક વિશાળ ક્રેન પડી ગઇ છે જેના કારણે 10 લોકોનાં મોત થયા છે અને એકને ઈજા પહોંચી છે. ક્રેન નીચે પડ્યા […]

India
b5f749173d97bc6f343e9554fe89d529 1 વિશાખાપટ્ટનમમાં ઘટી મોટી દુર્ઘટના, વિશાળ ક્રેન પડવાથી 10 લોકોનાં મોત
 

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક મોટો અકસ્માત થયો છે. જ્યાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે એક વિશાળ ક્રેન પડી ગઇ હતી, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના અંગે ડીસીપી સુરેશ બાબુએ કહ્યું છે કે, એક વિશાળ ક્રેન પડી ગઇ છે જેના કારણે 10 લોકોનાં મોત થયા છે અને એકને ઈજા પહોંચી છે.

ક્રેન નીચે પડ્યા બાદ શિપયાર્ડમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે હજી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી, કે ઘટના કેવી બની અને વિશાળ ક્રેન કેવી રીતે પડી. આ સંદર્ભે બાકીની માહિતી હજુ બાકી છે. આપને જણાવી દઇએ કે, અગાઉ વિશાખાપટ્ટનમની એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લિકેજની ઘટના સામે આવી હતી. ગેસ લિકેજ કાંડમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે 300 લોકોને અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગેસ એટલો ખતરનાક હતો કે લોકો રસ્તામાં બેભાન થવા લાગ્યા હતા. ગેસ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. જેના કારણે લોકોની આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, ઉબકા અને શરીર પર ફોલ્લીઓ જેવી સમસ્યાઓ જોવા મળી હતી.