Not Set/ અમદાવાદમાં નશીલા પદાર્થોનાં ખેપીયા ફરી સક્રિય, 40 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ફરી ગુજરાતમાં ઉડતા ગુજરાતનો રંગ જોવામાં આવી રહ્યો છે. લોકડાઉન ખુલ્લી ચૂક્યુ છે અને રાજ્યની બંધ સરહદો પણ લોકડાઉન સાથે ખુલ્લી જતા આંતરરાજ્ય અને રાજ્યમાં આંતરીક મુસાફરી સુલભ બની ગઇ છે. મુસાફરી સુલભ બનતાની સાથે જ નશીલા પદર્થોનાં ખેપીયાઓ ખેપ મારવાનું શરુ કરી દીધું હોય તેવી ઘટના સામે આવી રહી છે. લોકડાઉન દરમિયાન કોઇ બહાર […]

Ahmedabad Gujarat
0fcd5711073607c9acf73f01e06fd5b6 અમદાવાદમાં નશીલા પદાર્થોનાં ખેપીયા ફરી સક્રિય, 40 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
0fcd5711073607c9acf73f01e06fd5b6 અમદાવાદમાં નશીલા પદાર્થોનાં ખેપીયા ફરી સક્રિય, 40 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ફરી ગુજરાતમાં ઉડતા ગુજરાતનો રંગ જોવામાં આવી રહ્યો છે. લોકડાઉન ખુલ્લી ચૂક્યુ છે અને રાજ્યની બંધ સરહદો પણ લોકડાઉન સાથે ખુલ્લી જતા આંતરરાજ્ય અને રાજ્યમાં આંતરીક મુસાફરી સુલભ બની ગઇ છે. મુસાફરી સુલભ બનતાની સાથે જ નશીલા પદર્થોનાં ખેપીયાઓ ખેપ મારવાનું શરુ કરી દીધું હોય તેવી ઘટના સામે આવી રહી છે. લોકડાઉન દરમિયાન કોઇ બહાર ન નીકળતુ હોય અને સમગ્ર રાજ્યનાં ખુણે ખુણે પોલીસની હાજરી હોય ગુનાખોરીનો ગ્રાફ ઘણો નીચો જોવામાં આવી રહ્યો હતો. તે લોકડાઉન ખુલતાની સાથે જ આસમાને ફરી પહોંચી રહ્યો હોય તેવી રીતે ગુજરાતમાં દારુ અને નશીલા પદાર્થોની તસ્કરીની ઘટના સામે આવતી જ રહે છે. 

આજે ખેડા જીલ્લાનાં નડિયાદમાં SOGએ ગાંજો ઝડપી પાડ્યો છે. ગાંજો પણ કેટલો અધધધ 40 કિલો ગાંજો. અમદવાદ -ઈન્દોર હાઈવે પરથી આ ગાંજો ઝડપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. 40 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. પકડાયેલા 40 કિલો ગાંજાની બજાર કિંમત લાખો રુપિયા આંકવામાં આવે છે, ત્યારે 50 લાખના મુદ્દામાલ સાથે ગાંજો લાવતા વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ મામલે કઠલાલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews