Not Set/ અમદાવાદ/ ભાજપના વધુ એક મહિલા હોદ્દેદારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

અમદાવાદમા ભાજપના વધુ એક મહિલા હોદ્દેદારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  શહેર ભાજપ મહિલા મોરચા ના મંત્રી ૫૨ વર્ષ ના ઉમાબેન ગાંધી નો રિપોઁટ પોઝિટીવ આવતા SVP મા સારવાર માટે દાખલ કરાયા  છે.  મણિનગર ના ગુરુજી ઓવરબિજ ના છેડે તુલસીકુંજ સોસાયટી મા રહેતા મહિલા હોદ્દેદાર અનેક સેવાકીય પવૃતિ મા અગ્રેસર રહ્યી ને નાગરિકોના લોકસેવાના કાર્યમાં […]

Ahmedabad Gujarat
f60e52786a321d8eed02bd576a49f3f3 અમદાવાદ/ ભાજપના વધુ એક મહિલા હોદ્દેદારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
f60e52786a321d8eed02bd576a49f3f3 અમદાવાદ/ ભાજપના વધુ એક મહિલા હોદ્દેદારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

અમદાવાદમા ભાજપના વધુ એક મહિલા હોદ્દેદારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  શહેર ભાજપ મહિલા મોરચા ના મંત્રી ૫૨ વર્ષ ના ઉમાબેન ગાંધી નો રિપોઁટ પોઝિટીવ આવતા SVP મા સારવાર માટે દાખલ કરાયા  છે.  મણિનગર ના ગુરુજી ઓવરબિજ ના છેડે તુલસીકુંજ સોસાયટી મા રહેતા મહિલા હોદ્દેદાર અનેક સેવાકીય પવૃતિ મા અગ્રેસર રહ્યી ને નાગરિકોના લોકસેવાના કાર્યમાં સતત વ્યસ્ત રહ્યા હતા.

નોધનીય છે કે, નારણપુરાના મહિલા કોર્પોરેટર સાધનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. સાથે જ તેમના પતિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.  કાલુપુરના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

અમદાવાદના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમાં રહેતા 50 વર્ષીય કોર્પોરેટર શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

 ખાડિયાના કોર્પોરેટર મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તેમને સારવાર માટે સરદાર વલ્લભભાઇ પટેલ ( એસવીપી) હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બદરૂદ્દીન શેખનો પીએન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનામા તેમણે જીવ ગુમાવવો પડ્યો હતો.

હાટકેશ્વરના ભાઈપુર વોર્ડના ત્રણ ટર્મથી વિજેતા બનીને સેવા રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના વર્તમાન કોર્પોરેટર ગ્યાપસાદ કનોજિયાનું એસવીપી હોસ્પિટલમાં (SVP hospital) કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટર  જ્યોત્સ્નાબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.