Not Set/ અમદાવાદ/ કારમાં દારૂની કરતા હતા હેરાફેરી, 236 બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના દાણચોરોનું મજબુત નેટવર્ક કાર્યરત છે. સરકાર ગેરકાયદેસર દારૂના ધંધાને પણ કાબૂમાં કરી શકી નથી. નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ હજી પણ લોકો દારૂનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા છે. અવારનવાર પોલીસ દ્વારા દારૂના દાણચોરોની ધરપકડ કરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરથી […]

Ahmedabad Gujarat
a902a262d608d2055e012b39ce645bd9 અમદાવાદ/ કારમાં દારૂની કરતા હતા હેરાફેરી, 236 બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ
a902a262d608d2055e012b39ce645bd9 અમદાવાદ/ કારમાં દારૂની કરતા હતા હેરાફેરી, 236 બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના દાણચોરોનું મજબુત નેટવર્ક કાર્યરત છે. સરકાર ગેરકાયદેસર દારૂના ધંધાને પણ કાબૂમાં કરી શકી નથી. નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ હજી પણ લોકો દારૂનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા છે. અવારનવાર પોલીસ દ્વારા દારૂના દાણચોરોની ધરપકડ કરે છે.

આવો જ એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરથી સામે આવ્યો છે. શહેરના મેમનગર નજીક પોલીસે કારમાં ત્રણ શખ્સોને 236 બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે. મેમનગર સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક પોલીસે દારૂ વેચતા હોવાની બાતમી મળી હતી.

 પોલીસે જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે પોલીસની ટીમે શકંબા ટાવર પાસે પાર્ક કરેલી મારુતિ બ્રેઝા કારની તપાસ કરી હતી. જેમાંથી 236 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી નાસી છૂટ્યા હતા. તપાસ બાદ મેમનગરમાં રહેતા ગોપાલ કાંતિલાલ દંતાણી, કિશન મુકેશભાઇ પંચાલ અને સચિન મુકેશભાઇ પંચાલની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય દારૂની દાણચોરી કરતા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.

રાજસ્થાનના બોર્ડરથી દારૂ લાવીને આસપાસના વિસ્તારોમાં હોમ ડિલિવરી  કરતા હતા. હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.