Not Set/ પશ્ચિમ બંગાળમા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની હત્યા

  પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરમબાગમાં શનિવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હિંસામાં 40 વર્ષીય સુદર્શન પ્રમાણિકનું મોત નીપજ્યું છે. આરમબાગ સબડિવિઝનમાં ભાજપ પ્રમુખ બિમાન ઘોષે કહ્યું હતું કે સુદર્શન અમારા બૂથ લેવલ કાર્યકર હતા. તે સવારે ત્રિરંગો લહેરાવવાની તૈયારી કરી રહ્યો હતો, આ દરમિયાન ટી.એમ.સી. ના ગુંડાઓએ તેના […]

India
52f2c8b050ed8b2595232c346966d3a2 પશ્ચિમ બંગાળમા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની હત્યા
52f2c8b050ed8b2595232c346966d3a2 પશ્ચિમ બંગાળમા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની હત્યા 

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરમબાગમાં શનિવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હિંસામાં 40 વર્ષીય સુદર્શન પ્રમાણિકનું મોત નીપજ્યું છે. આરમબાગ સબડિવિઝનમાં ભાજપ પ્રમુખ બિમાન ઘોષે કહ્યું હતું કે સુદર્શન અમારા બૂથ લેવલ કાર્યકર હતા. તે સવારે ત્રિરંગો લહેરાવવાની તૈયારી કરી રહ્યો હતો, આ દરમિયાન ટી.એમ.સી. ના ગુંડાઓએ તેના પર હુમલો કર્યો હતો. જંગલ રાજથી પશ્ચિમ બંગાળની આઝાદી મેળવવા માટે ભાજપના કેટલા વધુ કાર્યકર્તાઓને મરી જવું પડશે તે મને ખબર નથી.

આપને જણાવી દઈએ કે શનિવારે સવારે ભાજપ અને ટીએમસી સમર્થકો રાષ્ટ્રધ્વજ લહેરાવવા નાતિબપુરમાં તેમની પાર્ટી ઓફિસ પર એકઠા થયા હતા. બંને પક્ષના કાર્યકરોની ધ્વજ ફરકાવવાની જગ્ય  ખૂબ નજીક હતી, તે જ સમયે બંને જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ભાજપના કાર્યકરનું મોત નીપજ્યું હતું. આ ઘટના પછી, ભાજપના સાંસદ સૌમિત્ર ખાન અને જ્યોતિર્મયસિંહ મહતોની આગેવાનીમાં ભાજપના અનેક સમર્થકોએ કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કર્યો હતો. ભીડને અહીંથી વાળવા માટે બળનો ઉપયોગ કરવો પડ્યો. હુગલી એસપી તથાગત બાસુએ કહ્યું કે હિંસાથી સંબંધિત 11 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, અમને હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. આ ઘટના બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં લોકશાહી સ્થાપિત કરવા માટે પાર્ટીએ બીજી સ્વતંત્રતા ચળવળ શરૂ કરવી પડશે. આજે ભાજપના નેતાઓએ ખાનકુલમાં બંધનું એલાન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.