Not Set/ 15  મહિનાનાં બાળકને ક્રૂરતાથી માર મારી રહેલ માતાનાં CCTV માં કેદ થયા દ્રશ્યો

ઓડિશામાં એક હ્ર્દયકંપાવીદે તેવો કેસ સામે આવ્યો છે. ઓડિશા પોલીસે પુરી જિલ્લામાં એક મહિલા સામે 15 મહિનાના પુત્ર અને સાસુને નિર્દયતાથી માર મારવાનો ગુનો નોંધ્યો છે. ખરેખર, પુત્ર અને સાસુને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. પુરી […]

India
985b00d7f7fa51df5664e8647d7d5568 15  મહિનાનાં બાળકને ક્રૂરતાથી માર મારી રહેલ માતાનાં CCTV માં કેદ થયા દ્રશ્યો
985b00d7f7fa51df5664e8647d7d5568 15  મહિનાનાં બાળકને ક્રૂરતાથી માર મારી રહેલ માતાનાં CCTV માં કેદ થયા દ્રશ્યો

ઓડિશામાં એક હ્ર્દયકંપાવીદે તેવો કેસ સામે આવ્યો છે. ઓડિશા પોલીસે પુરી જિલ્લામાં એક મહિલા સામે 15 મહિનાના પુત્ર અને સાસુને નિર્દયતાથી માર મારવાનો ગુનો નોંધ્યો છે. ખરેખર, પુત્ર અને સાસુને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.

પુરી પોલીસ અધિક્ષક અખિલેશ્વર સિંહે કહ્યું કે તેઓએ આરોપી મહિલા રોજલિન નાયક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પુત્રને માર મારવાની તેમજ સાસુને માર મારવાના સીસીટીવી ફૂટેજ બાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજ છેલ્લા મહિનાના છે, જેમાં મહિલા બાળકને મારતી નજરે પડે છે. તેણે તેની સાસુને પણ માર માર્યો છે. અમે તેની ધરપકડ કરીશું. જણાવી દઈએ કે પુરી બાળ કલ્યાણ સમિતિએ પણ આ કેસની નોંધ લીધી છે.

આરોપી મહિલાના પતિ ચક્રધર નાયક દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી વીડિયો ક્લિપમાં રોજલિન તેના પુત્રના હાથ અને પગથી લાત મારતી નજરે પડે છે. ભુવનેશ્વરમાં એક નાનકડી દુકાન ચલાવનાર નાયકના મકાનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે, તેને એવી જાણ થઈ હતી કે તેની પત્ની મકાનમાં વૃદ્ધ સાસુને માર મારતી રહે છે.

નાયકે કહ્યું કે મારી પત્ની મારા વૃદ્ધ માતા-પિતાને મારે છે. તે મારા પુત્રને પણ મારે છે. જ્યારે મને બીજો કોઈ રસ્તો ન મળ્યો ત્યારે મેં મારા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. નાયકે એમ પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમની ફરિયાદ પર શરૂઆતમાં કાર્યવાહી કરી નથી. જો કે, મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ ન તો તેની સંભાળ રાખે છે કે ન તો તેને ખોરાક પૂરો પાડે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.