Not Set/ અમદાવાદ/ ભાજપનાં સાંસદ કિરીટ સોલંકીનાં ઘરમાં 10 લાખની ચોરી, બે બહેનોની કરાઈ ધરપકડ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરે 10 લાખની ચોરીનો બનાવ બન્યો છે. ઘરે કામ કરતી નોકરાણીઓએ લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણા ચોરી લીધા હતા. રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હોમવર્ક કરનારી બંને બહેનોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા સાંસદ કિરીટ સોલંકીના ઘરે બે સગી બહેનો સફાઈ કામ કરતી […]

Ahmedabad Gujarat
f4866b606e8fab6b39858214d4e1c005 અમદાવાદ/ ભાજપનાં સાંસદ કિરીટ સોલંકીનાં ઘરમાં 10 લાખની ચોરી, બે બહેનોની કરાઈ ધરપકડ
f4866b606e8fab6b39858214d4e1c005 અમદાવાદ/ ભાજપનાં સાંસદ કિરીટ સોલંકીનાં ઘરમાં 10 લાખની ચોરી, બે બહેનોની કરાઈ ધરપકડ

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરે 10 લાખની ચોરીનો બનાવ બન્યો છે. ઘરે કામ કરતી નોકરાણીઓએ લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણા ચોરી લીધા હતા. રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હોમવર્ક કરનારી બંને બહેનોની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા સાંસદ કિરીટ સોલંકીના ઘરે બે સગી બહેનો સફાઈ કામ કરતી હતી. સાંસદની ડિજિટલ લોકર પ્લેટનો સ્ક્રૂ ખોલીને 10 લાખ રૂપિયાની ચોરી થઈ છે. પરિવારના સભ્યોએ બંને બહેનોની પૂછપરછ કરી હતી પરંતુ સાચી હકીકત જણાવી નહોતી. પોલીસે ગુનો નોંધી બંને બહેનોની પૂછપરછ શરૂ કરી હતી. જે બાદ બંને બહેનોએ ખુલાસો કર્યો હતો. હાલમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

કાલીગામમાં રહેતી બે બહેનો જયા અને રીટા વાઘેલા ઘરકામ કરતી હતી. ઘરના બેડરૂમમાં તિજોરીમાં નાના ડિજિટલ લોકરમાં સોના-ચાંદીનો દાગીના હતા. તેમાં 10 લાખ રૂપિયાના ઝવેરાત હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન