Not Set/ આગ્રામાં મુસાફરોથી ભરેલી બસ હાઈઝૈક! પોલીસ કરી રહી છે શોધખોળ

તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં આગ્રામાં એક મોટી ઘટના સામે આવી છે. અહી કેટલાક અજાણ્યા શખ્સોએ ખાનગી બસનું અપહરણ કર્યું છે અને ડ્રાઇવર-કંડક્ટરને બંધક બનાવ્યા છે. બસમાં 37 મુસાફરો છે. ઝાંસીમાં મુસાફરોને ઉતારવામાં આવ્યા છે. હજુ સુધી બસની કોઈ જાણકારી મળી નથી. પોલીસ બસની શોધમાં છે. ઉત્તર પ્રદેશ અને ક્રાઇમ બન્ને હવે જાણે એક બીજાનાં પૂરક બની […]

Uncategorized
7c3dbab7b9799ccc4ba5daabfacbed98 આગ્રામાં મુસાફરોથી ભરેલી બસ હાઈઝૈક! પોલીસ કરી રહી છે શોધખોળ
7c3dbab7b9799ccc4ba5daabfacbed98 આગ્રામાં મુસાફરોથી ભરેલી બસ હાઈઝૈક! પોલીસ કરી રહી છે શોધખોળતાજેતરમાં ઉત્તર પ્રદેશનાં આગ્રામાં એક મોટી ઘટના સામે આવી છે. અહી કેટલાક અજાણ્યા શખ્સોએ ખાનગી બસનું અપહરણ કર્યું છે અને ડ્રાઇવર-કંડક્ટરને બંધક બનાવ્યા છે. બસમાં 37 મુસાફરો છે. ઝાંસીમાં મુસાફરોને ઉતારવામાં આવ્યા છે. હજુ સુધી બસની કોઈ જાણકારી મળી નથી. પોલીસ બસની શોધમાં છે.

ઉત્તર પ્રદેશ અને ક્રાઇમ બન્ને હવે જાણે એક બીજાનાં પૂરક બની ગયા હોય તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે. રોજ કોઇને કોઇ મોટા ગુના આ રાજ્યમાં ઘટતા હોવાનુ સામે આવી રહ્યુ છે. તાજેતરમાં અમુક શખ્સો દ્વારા આગ્રામાંથી એક બસને હાઇઝેક કરવામાં આવી હોવાના સમાચાર છે. આ ઘટના માલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનાં દક્ષિણ બાયપાસ પર મોડી રાત્રે બની હતી. મળતી માહિતી મુજબ, કેટલાક અજાણ્યા લોકોએ આગ્રા નજીક ગુરુગ્રામથી પન્ના (મધ્યપ્રદેશ) તરફ જતી ખાનગી બસને અટકાવી હતી અને ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારી દીધા હતા. બંનેને ખાનગી કારમાં બેસાડીને લઇ ગયા જ્યારે એક અન્ય ડ્રાઇવરને લઇને બસને આગળ ચલાવી દીધી હતી.

આ પણ વાંચો- UP/ 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરાઈ હત્યા, આરોપીનાં ખેતરમાંથી મળી લાશ

ડ્રાઈવર અને કંડક્ટરને લગભગ 2 કલાક આમતેમ ફેરવ્યા બાદ તેઓને એક ઢાબા પર છોડી દેવામાં આવ્યા હતા અને મુસાફરોને બીજી બસ દ્વારા ઝાંસી મોકલવામાં આવ્યા હતા. હાલમાં, મુસાફરોને ઝાંસીથી મુકામ પર લઈ જવામાં આવી રહ્યા છે. આ સાથે બસનું અપહરણ કરનાર અને બસની શોધખોળ ચાલુ છે. આગ્રાનાં એસએસપી બબલુ કુમાર કહે છે કે, રાયગઢ ટોલ ક્રોસ કર્યા બાદ બસ દક્ષિણ બાયપાસની આગળ નીકળી ગઈ હતી. ઓવરટેક કરનારાઓએ પોતાને ફાઇનાન્સ કંપનીનાં હોવાનુ જણાવ્યું અને કહ્યું કે બસનાં હપ્તા આપવામાં આવી રહ્યા નથી. આ લોકોએ ડ્રાઇવર અને કંડક્ટરને ઝાયલોમાં બેસાડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.