Not Set/ નોકરીવાંછુ યુવાનો માટે સારા સમાચાર : નેશનલ રિક્રૂટમેંટ એજન્સીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

  કેન્દ્રીય કેબિનેટે આજે રાષ્ટ્રીય ભરતી એજન્સી સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી. નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે ખુબ સારા સમાચાર છે. રાષ્ટ્રીય ભરતી એજન્સી કેન્દ્ર સામાન્ય પાત્રતા પરીક્ષણ (સીઈટી) કરશે. આ સાથે સરકારી નોકરીની પસંદગી માટે વિવિધ પરીક્ષાઓમાં ભાગ લેનાર ઉમેદવારોએ હવે આ જ પરીક્ષા આપવી પડશે. […]

India
b166c6d79fbe3de260fe39c6ea80da37 1 નોકરીવાંછુ યુવાનો માટે સારા સમાચાર : નેશનલ રિક્રૂટમેંટ એજન્સીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
 

કેન્દ્રીય કેબિનેટે આજે રાષ્ટ્રીય ભરતી એજન્સી સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી. નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે ખુબ સારા સમાચાર છે. રાષ્ટ્રીય ભરતી એજન્સી કેન્દ્ર સામાન્ય પાત્રતા પરીક્ષણ (સીઈટી) કરશે. આ સાથે સરકારી નોકરીની પસંદગી માટે વિવિધ પરીક્ષાઓમાં ભાગ લેનાર ઉમેદવારોએ હવે આ જ પરીક્ષા આપવી પડશે. સરકારના સેક્રેટરી સી ચંદ્રમૌલીએ કહ્યું કે કેન્દ્ર સરકારમાં 20 થી વધુ ભરતી એજન્સીઓ છે. અમે અત્યાર સુધીમાં ફક્ત ત્રણ એજન્સી પરીક્ષાઓ જ સામાન્ય બનાવી રહ્યા છીએ. પરંતુ સમય જતાં, અમે બધી ભરતી એજન્સીઓ માટે સામાન્ય પાત્રતા પરીક્ષણ આપી શકશું. સીઈટી મેરિટ લિસ્ટ ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું કે આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઐતિહાસિક સુધારાઓમાંથી એક છે. આનાથી ભરતી, પસંદગી, નોકરી અને જીવનમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે કે જેમણે લાભ મેળવ્યા નથી.

આપને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2020-21માં સરકારી નોકરીઓ માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી બનાવવાની દરખાસ્ત જાહેર કરી હતી. આ કમ્પ્યુટર આધારિત ઑનલાઇન પરીક્ષા હશે. આ માટે દરેક જિલ્લામાં એક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.