Not Set/ લદ્દાખ બોર્ડર પર તણાવની અસર, શ્રીનગર-લેહ હાઇવે સામાન્ય લોકો માટે બંધ

ચીને ફરી એકવાર લદ્દાખ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જોકે ચીની આર્મી પી.એલ.એ. ના આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે, પરંતુ આ સમયે સ્થિતિ ફરી તંગ બની છે. આ ઘટના બાદ શ્રીનગર-લેહ હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઇવેનો ઉપયોગ ફક્ત સેનાના વાહનો માટે થશે. લદ્દાખ બોર્ડર પર […]

Uncategorized
e7ee42392a114d4081167a667687571c લદ્દાખ બોર્ડર પર તણાવની અસર, શ્રીનગર-લેહ હાઇવે સામાન્ય લોકો માટે બંધ
e7ee42392a114d4081167a667687571c લદ્દાખ બોર્ડર પર તણાવની અસર, શ્રીનગર-લેહ હાઇવે સામાન્ય લોકો માટે બંધ

ચીને ફરી એકવાર લદ્દાખ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જોકે ચીની આર્મી પી.એલ.એ. ના આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે, પરંતુ આ સમયે સ્થિતિ ફરી તંગ બની છે. આ ઘટના બાદ શ્રીનગર-લેહ હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઇવેનો ઉપયોગ ફક્ત સેનાના વાહનો માટે થશે.

લદ્દાખ બોર્ડર પર થયેલી હલચલ બાદ સોમવારે સવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પેંગોંગ તળાવની આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને પણ સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા નિવેદન મુજબ 29-30 ઓગસ્ટની રાત્રે, ચીની સેનાએ પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. અગાઉની બેઠકોમાં, બંને દેશોની સૈન્ય વચ્ચેની મીટિંગ્સ અને જે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો તે વચનને તોડવાનું કામ કરવામાં અવાયું છે.

ભારતીય સેનાના જવાનોએ ચીનના દરેક પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા, એવી સ્થિતિમાં કે લદ્દાખ બોર્ડર પર હવે ચેતવણી વધી ગઈ છે. જોકે, બ્રિગેડ કમાન્ડર લેવલ પર બંને દેશો વચ્ચે વાતચીત થઈ રહી છે. જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે.

નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનાથી બંને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિ હતી, ત્યારબાદ 14 જૂને બંને દેશોની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા, ત્યારથી ભારતે સરહદ પર સૈનિકોની હાજરી વધારી દીધી હતી. અને ચીન દ્વારા સર્જાયેલી દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.