Not Set/ આજે બપોરે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં કરવામા આવશે અંતિમ સંસ્કાર

  ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન પ્રણવ મુખર્જીનું 31 ઓગસ્ટે અવસાન થયું. બ્રેન સર્જરી બાદ 84 વર્ષનાં પ્રણવ મુખર્જીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 31 ઓગસ્ટ, સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. લાંબી માંદગી બાદ તેમણે વિશ્વને અલવિદા કહ્યુ હતુ. કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીનાં નિધન પર 7 દિવસીય રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. આજે 1 […]

India
425f03f79cf0511a2e0387f6cf032457 આજે બપોરે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં કરવામા આવશે અંતિમ સંસ્કાર
425f03f79cf0511a2e0387f6cf032457 આજે બપોરે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં કરવામા આવશે અંતિમ સંસ્કાર 

ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન પ્રણવ મુખર્જીનું 31 ઓગસ્ટે અવસાન થયું. બ્રેન સર્જરી બાદ 84 વર્ષનાં પ્રણવ મુખર્જીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 31 ઓગસ્ટ, સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. લાંબી માંદગી બાદ તેમણે વિશ્વને અલવિદા કહ્યુ હતુ.

કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીનાં નિધન પર 7 દિવસીય રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. આજે 1 સપ્ટેમ્બર, મંગળવારે દિલ્હીમાં બપોરે 2.30 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રણવદાનાં અંતિમ સંસ્કાર દિલ્હીનાં લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. બંગાળની મમતા સરકારે પણ પ્રણવ મુખર્જીના નિધન બાદ 1 સપ્ટેમ્બરનાં રોજ રાજ્યમાં શોકની ઘોષણા કરી દીધી છે. આજે સવારે 9 વાગ્યાથી પ્રણવ મુખર્જીનાં પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીનાં 10 રાજાજી માર્ગ પર રાખવામાં આવશે. સવારે 9 વાગ્યાથી રાજનેતાઓ, વડા પ્રધાન, મહાનુભાવો પૂર્વ રાષ્ટ્રપતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. વળી સવારે 11 થી 12 દરમિયાન સામાન્ય લોકો પ્રણવ દાને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ બપોરે 2.30 વાગ્યે લોધીનાં સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.