Not Set/ શું કોરોના અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ ભારે ? આવી થઇ ગઇ કાળમુખાનાં કારણે હાલત..

કોરોનાનાં સંક્રમણને  રોકવા જ્યારથી જનતા કર્ફયુ લગાવવામાં આવ્યો ત્યારથી દેશભરમાં પેસેન્જર ટ્રેન બંધ છે. અનલોક  4 જાહેર કરવામાં આવ્યુ છતાં પણ હજુ પેસેન્જર ટ્રેન ચાલુ થઈ શકી નથી. જેને કારણે હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર  પેસેન્જરની અવરજવર ઘટી છે. શું છે કોરોના કાળ બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની હાલત આવો જોઈએ….  – કોરોના કાળ બન્યું  રેલવે માટે જોખમ  – અગાઉ રોજની  100 થી વધુ ટ્રેન હતી કાર્યરત  […]

Ahmedabad Gujarat
2fa88e4102be336d99c166c40cb4f764 શું કોરોના અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ ભારે ? આવી થઇ ગઇ કાળમુખાનાં કારણે હાલત..
2fa88e4102be336d99c166c40cb4f764 શું કોરોના અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ ભારે ? આવી થઇ ગઇ કાળમુખાનાં કારણે હાલત..

કોરોનાનાં સંક્રમણને  રોકવા જ્યારથી જનતા કર્ફયુ લગાવવામાં આવ્યો ત્યારથી દેશભરમાં પેસેન્જર ટ્રેન બંધ છે. અનલોક  4 જાહેર કરવામાં આવ્યુ છતાં પણ હજુ પેસેન્જર ટ્રેન ચાલુ થઈ શકી નથી. જેને કારણે હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર  પેસેન્જરની અવરજવર ઘટી છે. શું છે કોરોના કાળ બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની હાલત આવો જોઈએ…. 

  • – કોરોના કાળ બન્યું  રેલવે માટે જોખમ 
  • – અગાઉ રોજની  100 થી વધુ ટ્રેન હતી કાર્યરત 
  • – હાલ માત્ર 10 જ ટ્રેન ઓન ટ્રેક 
  • – અગાઉ ફૂડ સ્ટોલ ના વેપારીઓને 5 થી 8000 નો વકરો થતો 
  • -હાલ માત્ર 1000 નો પણ થતા ફાંફા 
  • -30 લાખ પેસેન્જરે જાતે ટ્રેન ની ટિકિટ  કરાવી રદ
  • – જેને લઇ 203 કરોડ નું રીફન્ડ રેલવે વિભાગે એકત્ર  કર્યું 

અમદાવાદ નું આ કાલુપુર રેલવે સ્ટેશન  કે  જ્યા હજારો લાખો ની સંખ્યા માં મુસાફરો જોવા મળતા હતા. આ એજ જગ્યા છે કે જ્યા હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર  કોરોના કાળ પહેલા દિવસમાં આવતી અનેક ટ્રેન માં મુસાફરી કરતા નજરે પડતા પરંતુ આજે આ કોરોના કાળ એ જાને કે મુસાફરો ની ગતિ પર બ્રેક લગાવી ગયો છે. ન માત્ર રેલવે વ્યવહાર પરંતુ દેશના તમામ રોજગાર ના સ્ત્રોત પર કોરોનાએ તરાપ મારી છે. દિવસ માં અનેક એવા મુસાફરો હતા કે જે રોજ આજ પ્લેટફોર્મ પરથી અપડાઉન કરતા નજરે પડતા હતા, પરંતુ હવે આ પ્લેટફોર્મ પર માત્ર સ્પેશિયલ ચાલતી ટ્રેન ના મુસાફરોજ આવી રહ્યા છે.  

એશિયાનું સૌથી મોટું જનકશન એવું અમદાવાદ જંકશન કે જ્યા અમદાવાદ થી અલગ અલગ જગ્યાએ જતા લાખો મુસાફરો હાલ અટવાઈ ગયા છે કારણકે કોરોના ને કારણે રેલવે વિભાગ દ્વારા બધી પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી હતી અને તેની સામે માત્ર ગુડ્સ ટ્રેન અને  પોતાના વતન પરત જવા માટે  ટ્રેન શરુ કરવામાં આવી હતી. પરંતુ હાલ મુંબઈ , દિલ્હી , હાવડા , વારાણસી , ગોરખપુર , પટના જેવી જગ્યાઓ માટે સ્પેશિયલ ટ્રેન  ચાલુ કરવામાં આવી છે. જેને લઈને દિવસની માત્ર 10 ટ્રેન ચાલી રહી છે જ્યારે અગાઉ કોરોના કાળ પહેલા દિવસની 100 થી વધુ ટ્રેનો ઓન ટ્રેક ચાલતી હતી.  

અમદાવાદ કાલુપુર સ્ટેશન પર આમતો 12 પ્લેટફોર્મ આવેલા છે જેમાંથી હાલ 8 જેટલા  કાર્યરત છે જે  તમામ પ્લેટફોર્મ પર બધા થઈને કુલ 40 જેટલા  ફૂડ સ્ટોલ આવેલા છે જે  ફૂડ સ્ટોલ ના માલિકો હાલ કોરોના ની મહામારીને પગલે બેકાર બન્યા છે એક સમય હતો જ્યારે આ ફૂડ સ્ટોલ ના વેપારીઓ ગરકી પ્રમાણે રોજના 5 થી 8 હજારનો વકરો કરતા હતા પરંતુ હાલ આવતા પેસેન્જરો બહારથી ખરીદી કરતા ડરતા હોવાથી ફૂડ સ્ટોલ ના વેપારીઓ  પ ક્યાંક ને ક્યાંક આ મહામારીનો ભોગ બન્યા છે.  

એક બાજુ ટ્રેનો રદ કર્યા બાદ 30  લાખ  મુસાફરોએ સામેથી પોતાના રિઝર્વેશન કેન્સલ કરાવ્યા છે જેમાં રેલવે વિભાગે 203 કરોડ નું રીફન્ડ  જમા કર્યું છે. પરંતુ  દેશની સૌથી મોટી ઈકોનોમી એવી રેલવે વિભાગ કે જે હાલ તે પણ કોરોના સામે લડત લડી  રહી છે ત્યારે આગામી દિવસ માં જોવાનું એ છે કે રેલવે વિભાગ હવે આ સમય માંથી ખોટ ને નફા માં કેવી રીતે બદલે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews