Not Set/ નવરાત્રી થશે કે નહીં..? ચણીયાચોળીના અનેક વેપારીની હાલત કફોડી

  નવરાત્રી થવાને લઈને હજુપણ અસમંજસની સ્થિતિ, અમદાવાદના ચણીયાચોળીના અનેક વેપારીની હાલત કફોડી છે. નવરાત્રીનો સમય નજીક આવે એટલે ખેલૈયાઓમાં પણ અનરો ઉત્સાહ જોવા મળતો હોય છે. માટે નવા ડિઝાઇનના કોસચ્યૂમ ખરીદતા જોવા મળતા હોય પરંતુ આ વર્ષે એવું છે કે કોઈને ખબર નથી કે નવરાત્રી થશે કે નહીં અને જો થશે તો કેવી થશે […]

Ahmedabad Gujarat
 

નવરાત્રી થવાને લઈને હજુપણ અસમંજસની સ્થિતિ, અમદાવાદના ચણીયાચોળીના અનેક વેપારીની હાલત કફોડી છે. નવરાત્રીનો સમય નજીક આવે એટલે ખેલૈયાઓમાં પણ અનરો ઉત્સાહ જોવા મળતો હોય છે. માટે નવા ડિઝાઇનના કોસચ્યૂમ ખરીદતા જોવા મળતા હોય પરંતુ આ વર્ષે એવું છે કે કોઈને ખબર નથી કે નવરાત્રી થશે કે નહીં અને જો થશે તો કેવી થશે તે અંગે પણ કોઇ અંદાજ નથી. ત્યારે અનેક વેપારીઓ હાલ કોરોના મહામારી નો ભોગ બન્યા છે.

લો ગાર્ડન પાસે અંદાજિત 100 કરતા પણ વધુ વેપારી પાથરણા લઈને ચણીયાચોળીનો નાનો  મોટો ધંધો કરે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ એ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ધર્મેશભાઈ જણાવે છે કે અમે છેલ્લા 40 વર્ષથી બાપદાદાનો ધંધો કરીએ છીએ. હાલ કોરોના ની મહામારી ને લઈને ધંધાને માઢી અસર જોવા મળી છે. દર વર્ષ કરતા આ વર્ષે 90% અસર જોવા મળી છે. હાલ ઘરનું ગુજરાન ચાલવું પણ મુશ્કેલ છે ત્યારે અનલોક બાદ માંડ 200 થી 500 રૂપિયાનો ધંધો થાય છે. ધર્મેશભાઈ જણાવે છે કે સરકાર કઈ સારો નિર્ણય આપેતો છેલ્લા દીવસમાં પણ ખર્ચ પાણી નીકળી શકે. હાલ તો મોટા વેપારી પાસે થી પણ માલ સમાન ઉધારીમાં લાવો પડે છે.

આ વાત ફક્ત ધર્મેશભાઈની નથી આવા અનેક વેપારીઓ છે. જે હાલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભાડે અને વેચાણથી ખેલૈયાઓના કોસચ્યૂમ ડિઝાઇન કરતા વેપારીની હાલત ખુબ કફોડી છે. હર્ષદભાઈનું કેહવું છેકે સરકાર લીલી ઝંડી આપેતો ધંધા-રોજગાર પાટે ચડે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોટું નિવેદન આપ્યું છે કે સરકાર આ મામલે વિચારણા કરી રહી છે. નીતિન પટેલના નિવેદન પરથી લાગી રહ્યું છે કે સરકાર કેટલાક નિયમો સાથે નવરાત્રીની છૂટ આપી શકે છે. અહીં એક વાત એ પણ નોંધવી રહી કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા શું રહેશે તે પણ મહત્ત્વનું છે. કેન્દ્ર સરકારની અંતિમ ગાઇડલાઇન પ્રમાણે 100 લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોઈ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. 

જો સરકાર નવરાત્રીને લઈને ગાઇડલાઇન બહાર પડે તો પણ નિયમનું પાલન કરવું પણ એટલુંજ જરૂરી છે. ત્યારે જાણીતા ફેશન ડિઝાનર નું પણ કેહવું અમે હાલ નવા જ આઈડિયા સાથે ખેલૈયાઓ માટે કોસ્ચયુમ ડિઝાઈન કરવા માટે પણ ત્યાર છીએ. દર વખતે મોબાઈલ પોકેટનો ઉમેરો કરતા હોયે છીએ તેની સાથે આ વખતે માસ્ક અને સૅનેટાઈઝર પોકેટ સાથેના કોસ્ચયુમ બનાવા છીએ. ત્યારે જો સરકાર ગરબાની લીલી ઝંડી આપે તો પણ દરેક ખેલૈયાએ ખાસ પ્રકારની વ્યવસ્થા અને ગાઇડલાઇન નું પાલન કરવા પણ અપીલ કરી છે.
નવરાત્રિને લઈને અનેક વેપારી મંદી નો સામનો કરી રહ્યા છે. ત્યારે વેપારીઓને એકજ આશા છેકે સરકાર નવરાત્રી ને લઈને ઝડપથી નિર્ણય આપે તો વેપારીઓ ને ધંધામાં નવી આશાની કિરણ દેખાય…
દિક્ષિત પટેલ, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.