Not Set/ વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે

ખીચડી એ આપણા ગુજરાતીઓ માટે સુપર ફૂડ સમાન છે. કારણ કે તે માંદી વ્યક્તિ પણ ખાઈ શકે છે, નાનું બાળક પણ ખાઈ શકે છે અને વડીલો હોય કે યંગસ્ટર્સ.. અઠવાડિયામાં એક વાર તો ખીચડી ખાવાનું મન થઈ જ જાય છે. ત્યારે દર વખતે એકની એક ખીચડી ખાઈવે કંટાળ્યા હોવ તો, હવેથી આ રીતે બનાવજો ખીચડી….. […]

Health & Fitness Lifestyle
d3f3d4d7931dc361b7e49b4846c8c330 વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે

ખીચડી એ આપણા ગુજરાતીઓ માટે સુપર ફૂડ સમાન છે. કારણ કે તે માંદી વ્યક્તિ પણ ખાઈ શકે છે, નાનું બાળક પણ ખાઈ શકે છે અને વડીલો હોય કે યંગસ્ટર્સ.. અઠવાડિયામાં એક વાર તો ખીચડી ખાવાનું મન થઈ જ જાય છે. ત્યારે દર વખતે એકની એક ખીચડી ખાઈવે કંટાળ્યા હોવ તો, હવેથી આ રીતે બનાવજો ખીચડી…..

વઘારેલી ખીચડી બનાવવા માટેની સામગ્રી:
1 કપ મિક્સ દાળ (મગની દાળ, મસૂર, કાળી અડદની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ)
1 કપ બાસમતી ચોખા
વઘાર માટે તેલ
1 ચમચી રાઇ
1 ચમચી હિંગ
2 ચમચી લસણની પેસ્ટ
2 ડુંગળી ઝીણી સમારેલા
2 ટામેટાં ઝીણા સમારેલા
4 લાલ સુકા મરચા
2 તમાલ પત્ર
1 નાનો ટુકડો તજ
1 ચમચી હળદર
1 ચમચી મરચું પાઉડર
સ્વાદ પ્રમાણે મીઠું
જરૂર મુજબ પાણી

વઘારેલી ખીચડી બનાવવા માટેની રીત: સૌથી પહેલાં એક બાઉલમાં બધી દાળને મિક્સ કરી સરખી રીતે ધોઈ લો. આ જ રીતે ચોખાને પણ સરખી રીતે ધોઈને અડધી કલાક પલાળી રાખો. ત્યારબાદ એક કૂકરમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં મૂકી તેમાં રાઈ, મીઠો લીમડો અને બાકીના ખડા મસાલા ઉમેરો. પછી હિંગ નાખી લસણ, ડુંગળી, ટામેટા ઉમેરી 2 મિનિટ સાંતળી લો. પછી તેમાં દાળ-ચોખા ઉમેરી 1 મિનિટ સહેજ વઘારમાં શેકી લઈ તેમાં આ દાળ-ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરો. થોડી ઢીલી ખીચડી ભાવતી હોય તો એડધો ગ્લાસ પાણી વધુ ઉમેરી મિક્સ કરી 4 સીટી વગાડી લો. કૂકર ખૂલે એટલે 2 ચમચી ઘી ઉમેરી હલાવી લઈ આ વઘારેલી ગરમાગરમ ખીચડીને પાપડ અને છાશ સાથે સર્વ કરો. 

ખીચડીને વઘારવામાં લસણ અને ટામેટાં એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે લસણ ખીચડીનો સ્વાદ વધારે છે અને ટામેટાંના કારણે તેમાં એક સામાન્ય ખટાશ આવવાથી આ ખીચડીનો સ્વાદ દાઢે વળગે છે..

આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…