Not Set/ રાહુલ ગાંધીની મોદી સરકારને સલાહ, પડોશમાં મિત્રો વિના રહેવુ જોખમી

  પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડથી કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી દેશ પરત ફર્યા છે. તેઓ પોતાની માતા સોનિયા ગાંધીની સારવાર માટે વિદેશ ગયા હતા. દરમિયાન રાહુલ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ ઘણીવાર ટ્વિટર દ્વારા મોદી સરકાર પર નિશાન સાધતા હોય છે. થોડા સમય પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધો પર સવાલ ઉઠાવતા સરકાર […]

Uncategorized
037689ebc9147f25e7ecbd756966bd58 2 રાહુલ ગાંધીની મોદી સરકારને સલાહ, પડોશમાં મિત્રો વિના રહેવુ જોખમી
037689ebc9147f25e7ecbd756966bd58 2 રાહુલ ગાંધીની મોદી સરકારને સલાહ, પડોશમાં મિત્રો વિના રહેવુ જોખમી 

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડથી કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી દેશ પરત ફર્યા છે. તેઓ પોતાની માતા સોનિયા ગાંધીની સારવાર માટે વિદેશ ગયા હતા. દરમિયાન રાહુલ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ ઘણીવાર ટ્વિટર દ્વારા મોદી સરકાર પર નિશાન સાધતા હોય છે. થોડા સમય પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધો પર સવાલ ઉઠાવતા સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલે ટ્વિટ કર્યું, ‘મિસ્ટર મોદીએ સંબંધોની જાળને નષ્ટ કરી દીધી છે, જેને કોંગ્રેસે ઘણા દાયકાઓથી બનાવ્યા અને પોષિત કર્યા હતા. પડોશમાં મિત્રો વિના રહેવું જોખમી છે.

આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ એક સમાચારનો ઉલ્લેખ કરતા આ ટ્વીટ કર્યું છે. સમાચાર બાંગ્લાદેશનાં ભારત સાથેનાં સંબંધો નબળા થવા અને ચીન સાથે મજબુત થવા પર હતી. રાહુલે આ પહેલા કૃષિ બિલ અંગે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, ‘2014 – મોદીજીનું ખેડૂતોને ચૂંટણી વચન, સ્વામિનાથન કમિશન MSP. 2015મોદી સરકારે કોર્ટને કહ્યું કે, આ તેમનાથી નહી થઇ શકે. 2020બ્લેક ફાર્મર્સ લો. મોદીજીનો ઉદ્દેશ સ્વચ્છ‘, નવા કૃષિ વિરોધી પ્રયત્નો, ખેડૂતોને મૂળિયાથી કરી સાફ, મૂડીવાદી મિત્રોનો સારો વિકાસ.

રાજ્યસભામાં કૃષિ બિલ પસાર થયા પછી રાહુલે ટ્વીટ કર્યું, ‘જે ખેડૂત ધરતીથી સોનું ઉગાડે છે, મોદી સરકારનું ઘમંડ તેમને લોહીનાં આંસુએ રડાવે છે. રાજ્યસભામાં આજે કૃષિ બિલનાં રૂપમાં સરકારે ખેડૂતો વિરુદ્ધ મૃત્યુ હુકમનામું બહાર પાડ્યું છે, તેનાથી લોકશાહી શરમમાં મુકાઇ છે. કોરોનાનાં વધતા જતા કેસો પર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘મોદી સરકારનો આંધળો ઘમંડ દેશની ખરાબ સ્થિતિ માટે ક્યારેક ભગવાન તો ક્યારેક જનતાને દોષી ઠેરવે છે, પરંતુ તેનુ પોતાનુ ગેરવર્તન અને ખોટી નીતિઓને નહીં. દેશ હજુ કેટલુ વધારે #ActOfModi સહન કરશે? ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.