Not Set/ પિયુષ ગોયલને રામવિલાસનાં મંત્રાલયનો વધારોનો મળ્યો હવાલો

  ગુરુવારે સાંજે કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું અવસાન થયું. પાસવાન લાંબા સમયથી બીમાર હતા અને તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રામવિલાસ પાસવાન તેમના મૃત્યુ પછી ગ્રાહક ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં મંત્રી હતા, કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલને આ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છે. પિયુષ ગોયલ પાસે પહેલાથી જ રેલવે મંત્રાલય અને વાણિજ્ય અને […]

Uncategorized
b338d78b942104ec5f428b7801e8d5f9 પિયુષ ગોયલને રામવિલાસનાં મંત્રાલયનો વધારોનો મળ્યો હવાલો
b338d78b942104ec5f428b7801e8d5f9 પિયુષ ગોયલને રામવિલાસનાં મંત્રાલયનો વધારોનો મળ્યો હવાલો 

ગુરુવારે સાંજે કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું અવસાન થયું. પાસવાન લાંબા સમયથી બીમાર હતા અને તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રામવિલાસ પાસવાન તેમના મૃત્યુ પછી ગ્રાહક ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં મંત્રી હતા, કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલને આ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપાયો છે. પિયુષ ગોયલ પાસે પહેલાથી જ રેલવે મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે.

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનાં અવસાન પર તેમના સમ્માનમાં દિલ્હી સહિતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દેશનો રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને આ બાબતે નિર્દેશ જાહેર કરવામાં આવેલ છે, જેમા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાયેલો રહેશે. રામ વિલાસ પાસવાનને રાજ્ય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. જણાવી દઈએ કે, લોક જનશક્તિ પાર્ટીનાં સ્થાપક રામ વિલાસ પાસવાનનું ગુરુવારે સાંજે અવસાન થયું હતું. થોડા દિવસો પહેલા જ તેમનુ હાર્ટનું ઓપરેશન થયું હતું.

આ પણ વાંચો – ભાજપ-કોંગ્રેસ એન્ડ કંપનીની સરકારોમાં અમારા લોકોનું ઘણું થાય છે શોષણ : માયાવતી

રામવિલાસ પાસવાનનાં નિધનના સમાચાર આપતાં તેમના પુત્ર ચિરાગ પાસવાને પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘પાપા…. હવે તમે આ દુનિયામાં નથી, પણ હું જાણું છું કે તમે જ્યાં છો હંમેશા મારી સાથે છો. Miss You Papa...” એવું કહેવામાં આવી રહ્યું છે કે પાસવાનનાં મૃતદેહને બિહાર લવાશે, જ્યાં તેઓ શનિવારે પૂરા રાજ્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાસવાનનાં મોત પર નજીકના સાથીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. રામવિલાસ પાસવાનના અવસાન પર પીએમ મોદીએ પોતાના નજીકનાં સાથીનાં ટ્વિટ કરીને લખ્યું કે, મારી પાસે આ દુ:ખ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તેમના મૃત્યુએ આપણા રાષ્ટ્રને એક શૂન્ય પર છોડી દીધો છે, જે કદાચ ક્યારેય ભરાશે નહીં. પીએમ મોદીનાં કહેવા પ્રમાણે રામ વિલાસ પાસવાનનું મોત તેમના માટે વ્યક્તિગત નુકસાન છે. તેમણે વધુમાં લખ્યું છે કે મેં એક મિત્ર, મૂલ્યવાન સાથીદાર ગુમાવ્યો છે, જે હંમેશા ઇચ્છે છે કે દેશમાં દરેક ગરીબ વ્યક્તિ ગૌરવપૂર્ણ જીવન જીવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.