Not Set/ બિહારની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની સૂચિ, જાણો કોણ કયા કરશે પ્રચાર…

  બિહાર વિધાનસભાની ચૂંટણી 2020માં મોટી જીત માટે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટાર પ્રચારકોની યાદીમાં મનમોહન સિંઘ, સોનિયા ગાંધી, મીરાકુમાર, શત્રુઘ્ન સિંહા, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત 30 નેતાઓને સ્થાન મળ્યું છે. આ સ્ટાર પ્રચારકોની સંપૂર્ણ સૂચિ અહીં વાંચો. નોંધનીય છે કે કોંગ્રેસે બુધવારે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે 21 […]

India
7bb266438ec42ac19fdbcd056528b64a બિહારની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની સૂચિ, જાણો કોણ કયા કરશે પ્રચાર...
7bb266438ec42ac19fdbcd056528b64a બિહારની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની સૂચિ, જાણો કોણ કયા કરશે પ્રચાર... 

બિહાર વિધાનસભાની ચૂંટણી 2020માં મોટી જીત માટે કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ સ્ટાર પ્રચારકોની યાદીમાં મનમોહન સિંઘ, સોનિયા ગાંધી, મીરાકુમાર, શત્રુઘ્ન સિંહા, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત 30 નેતાઓને સ્થાન મળ્યું છે. આ સ્ટાર પ્રચારકોની સંપૂર્ણ સૂચિ અહીં વાંચો.

6b888783a533632a331773b860fb9b82 બિહારની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની સૂચિ, જાણો કોણ કયા કરશે પ્રચાર...

નોંધનીય છે કે કોંગ્રેસે બુધવારે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ માટે 21 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. કોંગ્રેસ આરજેડી અને ડાબેરી પક્ષો સાથે મળીને બિહારમાં કુલ 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

કોરોના સંકટ વચ્ચે, ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ 25 સપ્ટેમ્બરના રોજ જાહેર કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરના રોજ થશે, જ્યારે બીજો તબક્કો 3 નવેમ્બરના રોજ અને છેલ્લો તબક્કો 7 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

વિશેષ પરિવર્તન એ છે કે મતદાન માટેનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. તે સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધી રહેશે. આ ફેરફાર નક્સલવાદી પ્રભાવિત વિસ્તારોમાં નહીં થાય. સુરક્ષાની અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.