તકલીફ/ પાટણમાં માં વાત્સલ્ય કાર્ડ સેન્ટર બંધ થતાં નાગરિકોને ભારે હાલાકી

પાટણમાં માં વાત્સલ્ય કાર્ડ સેન્ટર બંધ થતાં લોકોને ભારે હાલાકી

Gujarat
સોપમમમમના પાટણમાં માં વાત્સલ્ય કાર્ડ સેન્ટર બંધ થતાં નાગરિકોને ભારે હાલાકી

પાટણ જિલ્લાના 9 તાલુકાઓમાં કાર્યરત એટીવીટી સેન્ટર પરથી માં કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ આપતી એજન્સીની સમયમર્યાદા પૂર્ણ થતાં એજન્સીએ કોમ્પ્યુટર ઓપરેટર્સને એકાએક છૂટા કર્યા છે. જે કારણે કોમ્યુટર ઓપરેટર્સે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. બીજી તરફ આરોગ્યલક્ષી સેવાઓ માટે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બનેલા માં કાર્ડ સેન્ટર્સ બંધ થવાને કારણે જરૂરિયાતમંદ અરજદારો ભારે મુશકેલીમાં મુકાયા છે .

ગુજરાતમાં આરોગ્ય લક્ષી સેવાઓ માટે જરૂરિયાત મંદોને રાહત મળી રહે તે માટે માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડની યોજના અમલી કરી છે. જેનો મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે થતાં મોટા ઓપરેશનો વિના મુલ્યે કરાવી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના 9 તાલુકા મથકો પરના એટીવીટીસેન્ટર પર માં કાર્ડ કાઢી આપવાતી એજન્સી દ્વારા એકાએક કોમ્પ્યુટર ઓપરેટર્સને ટેલિફોનિક જાણ કરીને છૂટા કરતા તેમને જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના તાલુકા મથકો પરના એટીવીટી સેન્ટર પર 9 કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરે છે, પણ એજન્સીએ કોઈ કારણ વગર તેમને છૂટા કર્યા છે. જેથી હાલમાં તેમને બેકાર બન્યા છે. જે માટે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે, તેવી રજૂઆત કોમ્પ્યુટર ઓપરેટર્સ દ્વારા કરવામાં આવી હતી.