જમ્મુ કાશ્મીર/ બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

કાશ્મીર પોલીસના IGP વિજય કુમારે જણાવ્યું કે આતંકવાદીની ઓળખ ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ છે, જે આતંકવાદી સંગઠન ટીઆરએફનો સભ્ય હતો….

Top Stories India
આતંકવાદી

ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોએ મળીને જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો. આ આતંકી તાજેતરમાં નાગરિકોની હત્યામાં સામેલ હતો. કાશ્મીર પોલીસના IGP વિજય કુમારે જણાવ્યું કે આતંકવાદીની ઓળખ ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ છે, જે આતંકવાદી સંગઠન ટીઆરએફનો સભ્ય હતો. સમગ્ર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો :મથુરા હાઇવે પર કાર-ટ્રકની ટક્કરમાં દંપતી સહિત 4 ના મોત તેમજ 4 વ્યક્તિઓ ઘાયલ થયા

આ સિવાય સુરક્ષા દળોએ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને પણ ઠાર કર્યો હતો. આ આતંકીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ એન્કાઉન્ટર અનંતનાગના વેરીનાગ વિસ્તારના ખગુંડમાં થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારના ખગુંડ ખાતે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ફોર્સે ફાયરિંગનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. અભિયાન હજુ ચાલુ છે.

આ પણ વાંચો :લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં આજે મહારાષ્ટ્ર બંધ, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે

તેમણે કહ્યું કે, બીજો મુકાબલો બાંદીપોરા જિલ્લાના હાજીન વિસ્તારમાં ગુંડજહાંગીર ખાતે થયો હતો, જ્યાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે, “માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (ટીઆરએફ) ના ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ છે. તે તાજેતરમાં શાહગુંડ બાંદીપોરામાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.

આ પણ વાંચો : તહેવારોને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ, કોરોના પર અંકુશ લગાવવા મિશન 100 ડેઝ’ અભિયાન શરૂ કરાયું

આ પણ વાંચો :યુપીના 13 જિલ્લાઓમાં અધિકારીઓની ફોજ તેનાત કરાઈ , પોલીસની રજાઓ પણ રદ કરાઈ