ધમકી/ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રશીદ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, બેની ધરપકડ

ગાયક ઉસ્તાદ રશીદ ખાનને મારી નાખવાની ધમકી આપવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા પોલીસે શનિવારે આ માહિતી આપી…..

Entertainment
ઉસ્તાદ રશીદ

જાણીતા શાસ્ત્રીય સંગીતકાર અને ગાયક ઉસ્તાદ રશીદ ખાનને મારી નાખવાની ધમકી આપવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા પોલીસે શનિવારે આ માહિતી આપી. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં પકડાયેલા બંને આરોપીઓ ઉસ્તાદ રશીદ ખાનના પૂર્વ કર્મચારીઓ છે. આરોપીએ સંગીતકાર પાસેથી પૈસાની પણ માંગણી કરી હતી.

આ પણ વાંચો : શૂજિત સરકારની ફિલ્મ “સરદાર ઉધમ” કેવી છે જાણો

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એક આરોપી સુપ્રસિદ્ધ સંગીતકારનો પૂર્વ ઓફિસ આસિસ્ટન્ટ હતો, જેની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીની કોલકાતામાંથી ધરપકડ કરવામાં આવી હતી, જેણે સંગીતકારના ડ્રાઈવર તરીકે કામ કર્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ શરૂઆતમાં ‘સુરક્ષા રકમ’ તરીકે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં રકમ ઘટાડીને 20 લાખ રૂપિયા કરી દીધી હતી. પૈસા ન આપવા બદલ ઉસ્તાદ રશીદ ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : આર્યન ખાને NCBના અધિકારીને એવું શું કહ્યું કે…

પદ્મશ્રી અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મેળવનાર ઉસ્તાદ રશીદ ખાન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી તરીકે જાણીતા છે. સંગીતકારે પત્રકારોને જણાવ્યું કે તેમના પરિવારના સભ્યોએ આ મામલે નેતાજી નગર પોલીસ સ્ટેશનમાં 9 ઓક્ટોબરે ફરિયાદ નોંધાવી હતી.

ઉસ્તાદ રશીદ ખાને કહ્યું, “મારી પુત્રીને સંદેશાઓથી ખબર પડી કે તેઓ અમારા પૂર્વ ડ્રાઈવર અને સહાયક છે. તેઓએ મારા પરિવાર પર સ્નાઈપર્સ અને ડ્રોનથી હુમલો કરવાની ધમકી આપી હતી અને અમે તેને અવગણી શકીએ નહીં.” પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : આર્યન ખાનથી લઇ વાનખેડે સ્ટેડીયમ સુધી આટલા વિવાદમાં ફસાયેલો છે શાહરૂખ ખાન…

આ પણ વાંચો :કૃતિ સેનનને પૂરું કર્યું ફિલ્મ આદિપુરુષનું શૂટિંગ, એક્ટ્રેસ માટે નિર્દેશન ઓમ રાઉતે કહ્યું આવું….

આ પણ વાંચો : ગુલાબો સીતાબો ફેમ ફારૂખ ઝાફરનું 89 વર્ષની વયે અવસાન