Not Set/ સ્વચ્છ સુરત, સુંદર સુરતના બેનર સાથે ફરતી પાલિકાની ગાડીમાં દારુની ખેપ

મનપાની ગાડીમાં દારૂની હેરાફેરી સ્વચ્છ સુરતનો પ્રચાર કરતી ગાડીમાં દારૂ દારૂની મહેફિલ ગાડીમાં કરાતી હોવાનું અનુમાન મનપાના નગરસેવકે બનાવ્યો વિડિયો ડ્રાઇવર પણ દારૂ પીધેલી હાલતમાં હતો નગર સેવકે તપાસ કરતા ત્રુટી આવી બહાર હવે ગુજરાતમાં  કહેવાતી દારુબંધી હોવાની સરકારની વાતો પર સવાલો ઉઠી રહ્યા છે. વાત કરીએ સુરતની તો અહીં મનપાની ગાડીમાં દારૂની હેરાફેરી કરતો […]

Gujarat Surat
Untitled 138 સ્વચ્છ સુરત, સુંદર સુરતના બેનર સાથે ફરતી પાલિકાની ગાડીમાં દારુની ખેપ
  • મનપાની ગાડીમાં દારૂની હેરાફેરી
  • સ્વચ્છ સુરતનો પ્રચાર કરતી ગાડીમાં દારૂ
  • દારૂની મહેફિલ ગાડીમાં કરાતી હોવાનું અનુમાન
  • મનપાના નગરસેવકે બનાવ્યો વિડિયો
  • ડ્રાઇવર પણ દારૂ પીધેલી હાલતમાં હતો
  • નગર સેવકે તપાસ કરતા ત્રુટી આવી બહાર

હવે ગુજરાતમાં  કહેવાતી દારુબંધી હોવાની સરકારની વાતો પર સવાલો ઉઠી રહ્યા છે. વાત કરીએ સુરતની તો અહીં મનપાની ગાડીમાં દારૂની હેરાફેરી કરતો વીડિયો સામે  આવ્યો છે. ગાડીનો ડ્રાઇવર પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.  આ મામલે વધુ તપાસ  હાથધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર પાલિકા દ્વારા વિવિધ કામગીરીઓ માટે જુદી-જુદી ગાડીઓ કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી છે. જેમાં પાલિકાની જ એક ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે બીજી બાજુ બીઆરટીએસની બસનો એક ડ્રાઈવર પીધેલી હાલતમાં બસ ચાલતો હોવાનું જણાતા હોબાળો મચી ગયો હતો. આ બંનેના વીડિયો કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડિયા દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા છે અને સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, સિમાડા ગામ જતા રસ્તા પર 11 ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ સુરત, સુંદર સુરતના બેનર સાથેનો એક પાલિકાનો ટ્રક (GJ-05-G-9442) પસાર થઈ રહ્યો હતો. જેમાં કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડિયાએ તપાસ કરતા ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો. ડ્રાઈવર પાસે ફિટનેસ સર્ટી પણ ન હતું અને ટ્રકમાં દારૂની બોટલ પણ હતી. ટ્રકની નંબર પ્લેટ પણ નવા કાયદા પ્રમાણે ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.