રાજકીય/ ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે : સંયમ લોઢા

સંયમ લોઢાએ ટ્વિટ કર્યું- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ બનો, સજાગ બનો.

Top Stories Gujarat
Untitled 22 49 ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે : સંયમ લોઢા

ગુજસરત રાજ્યમાં જયારે પણ ચૂંટણી હોય કોંગ્રેસના ધારાસભ્યોનું હ્રદય પરિવર્તન થઇ જવું એ સામન્ય વાત થઇ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોને ચૂંટણી આવતા જ કેસરિયો રંગ  ગમવા લાગે છે. pm મોદી ની વિચાર ધારા ગમવા લાગે છે. અને કોંગ્રેસ હાઈ કમાન્ડના લાખ કવા દાવા છતાં પણ ધારાસભ્યો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ જાય છે. તો હવે જયારે ગુજરાત રાજ્યમાં ચૂંટણી કાગ ડોળે રાહ જોવામાં આવી રહી છે. ત્યારે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના મુખ્ય સલાહકાર દ્વારા કરવામાં આવેલા નિવેદને કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ લાવીને મુકીદીધો છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તાજેતરનો મામલો લોઢાના એક ટ્વીટનો છે. સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનથી રાજસ્થાન સહિત દિલ્હીમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તાજેતરનો મામલો લોઢાના એક ટ્વીટનો છે. સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

સંયમ લોઢાએ ટ્વિટ કર્યું- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ બનો, સજાગ બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસમાં તોડફોડની તૈયારીઓ શરૂ

મીડિયા સાથેની ચર્ચા દરમિયાન સંયમ લોઢાએ કહ્યું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે.

બે વર્ષ પહેલા આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.
2020 માં, કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, પાછળથી જૂન 2020 માં, કોંગ્રેસના તમામ આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસે ભાજપ પર પક્ષાંતરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

લોઢા તેમની સરકાર પર હુમલા કરી રહ્યા છે 
જણાવી દઈએ કે સીએમ અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢા છેલ્લા ઘણા દિવસોથી સરકારની ટીકા કરી રહ્યા છે. વિધાનસભામાં આવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે કોંગ્રેસના શાસનની ખામીઓ ગણાવવાની સાથે સંયમ દ્વારા મંત્રીઓ પર નિશાન સાધ્યું હતું.ત્યારે ગુજરાતને લઈને કોંગ્રેસને ચેતવણી આપવામાં આવી છે. સીમના સલાહકારે ટ્વીટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની ચેતવણીના અનેક અર્થ થઈ શકે છે. ક્યાં તો સંયમ લોઢાના મામલામાં યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, તેથી તેમણે જાહેરમાં ટ્વિટ કરીને પાર્ટી હાઈકમાન્ડને ચેતવણી આપી છે. સચિન પાયલોટ કેમ્પના બળવાના સમયે, જુલાઈ 2020માં રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણની સંભાવના હતી, પરંતુ બાદમાં સમાધાન થઈ ગયું.

Russia-Ukraine war/ યુરોપિયન સ્પેસ એજન્સીએ રૂ. 8433 કરોડના મિશનમાંથી રશિયાને બહાર કાઢ્યું

લાચાર હિંદુ/ ઈસ્કોન ઈન્ડિયાએ કહ્યું- બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓની હત્યા થઈ રહી છે… અફસોસ સંયુક્ત રાષ્ટ્ર ચૂપ છે