જાહેરાત/ મુખ્યમંત્રી ભગવંત માને ડોર ટુ ડોર રાશન યોજનાની કરી જાહેરાત

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે ફરી એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની જેમ પંજાબમાં પણ ઘરે ઘરે રાશન પહોંચાડવાની જાહેરાત કરી છે

Top Stories India
11 22 મુખ્યમંત્રી ભગવંત માને ડોર ટુ ડોર રાશન યોજનાની કરી જાહેરાત

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે ફરી એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીની જેમ પંજાબમાં પણ ઘરે ઘરે રાશન પહોંચાડવાની જાહેરાત કરી છે. એટલે કે હવે સરકાર ઘરે-ઘરે રાશનની ડિલિવરી કરશે.

અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં રાશનની ઘરે-ઘરે પહોંચાડવાની યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને લઈને કેન્દ્ર સરકાર અને દિલ્હીની કેજરીવાલ સરકાર આમને-સામને આવી ગઈ હતી. કેન્દ્રએ આ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

સત્તા સંભાળ્યા બાદથી ભગવંત માન એક પછી એક મોટો નિર્ણયો લઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે ભગવંત માને ધારાસભ્યોના પેન્શનમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. માનના કહેવા પ્રમાણે, હવેથી ધારાસભ્યોને એકવાર પેન્શન મળશે. અત્યાર સુધી જ્યારે પણ કોઈ ધારાસભ્ય બનતું ત્યારે પેન્શનની રકમ ઉમેરવામાં આવતી હતી. એટલું જ નહીં, માને ધારાસભ્યના પરિવારને મળતું પેન્શન પણ કાપવાની જાહેરાત કરી હતી. માને કહ્યું હતું કે આ નિર્ણયથી જે કરોડો રૂપિયાની બચત થશે તે ગરીબ કલ્યાણ માટે વાપરવામાં આવશે